<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 6th February 2025

વેરા વધારો ફગાવાશે ? આવતા સપ્તાહે બજેટને સ્‍ટેન્‍ડિંગની બહાલી

મ્‍યુનિ. કમિશનરે સુચવેલા વેરા વધારાને સોય ઝાટકીને સ્‍ટેન્‍ડીંગ નકારી કાઢે તેવી શકયતા : નિયમીત મિલ્‍કત ધારકો માટે વિશેષ યોજના, નવા પ્રોજેકટોનો ઉમેરાશેઃ ૩૧૧ર.૭૮ કરોડના બજેટમાં કદ વધારી જનરલ બોર્ડમાં મંજૂરી અર્થે મોકલાવાશેઃ ચેરમેન જયમીન ઠાકર દ્વારા બજેટની વિસ્‍તૃત વિગતો જાહેર કરાશે

રાજકોટ, તા. ૬ : રાજકોટ તા. ૮: રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર તુષાર સુમેરાએ વર્ષ ૨૦૨૫-૨૬નું બજેટ  સ્‍ટેન્‍ડિંગ ચેરમેન સમક્ષ રજુ કરાયા બાદ સ્‍ટેન્‍ડિંગ ચેરમેનની અધ્‍યક્ષતામાં જયમીન ઠાકર સહિતના સભ્‍યો દ્વારા બજેટનો તલસ્‍પર્શી અભ્‍યાસ શરૂ કરાયો હતો.

 બજેટના અભ્‍યાસ બાદ તેને આખરી ઓપ આપવામાં આવ્‍યો છે. અને આજથી બજેટ ચર્ચા પૂર્ણ કરી શનિવારે ફાઈનલ બજેટ તૈયાર આવતા સપ્તાહે બજેટ રજૂ થાય તેવી શકયતા જોવાઈ રહી છે.

મ્‍યુનિ. કમિશનર તુષાર સુમેરાએ ગત સપ્તાહે આગામી નાણાકીય વર્ષ-ર૦રપ-ર૬નું  મનપાનું  રૂા. ૩૧૧૨.૨૮ કરોડનું બજેટ રજુ કરી સ્‍ટેન્‍ડિંગ ચેરમેન જયમીન ઠાકરને સુપરત કર્યું હતું આ બજેટના અભ્‍યાસ અર્થે મેયર સહિતના પદાધિકારીઓ અને મહાનગરપાલિકાના અધિકારીઓની હાજરીમાં રિવ્‍યુ બેઠક  શરૂ કરવામાં આવી હતી. સતત ત્રણ-ચાર સપ્તાહમાં  એક સપ્તાહ બજેટના પ્રોજેક્‍ટ અંગે ચર્ચા કર્યા બાદ આજે બજેટ ચર્ચા પૂર્ણ થયું છે.

તેમજ મ્‍યુનિસિપલ કમિશનર દ્વારા સુચવવામાં આવેલા કરબોજ અને પ્રોજેક્‍ટમાં પણ ફેરફારો કરી નવા લોકોને ઉપયોગી હોય તેવા પ્રોજેક્‍ટોનો ઉમેરો કર્યો હોવાનું જાણવા મળેલ છે.

 ઉલ્લેખનીય છે કે, આ વર્ષના અંતમાં  મહાનગર પાલિકા તે કોર્પોરેટરની ટર્મ પુરી  થઈ રહી છે. અને મહાનગરપાલિકાની ચૂંટણી પણ આવી રહી છે ત્‍યારે, વર્ષ ૨૦૨૫-૨૬ના બજેટમાં ?જાને વેરા વધારાનો ડામ શાસકો દ્વારા આપવામાં આવે તો મતદારો નારાજ થાય તેવા ભયના લીધે પ્રજાલક્ષી બજેટ આપવાનો પ્રયાસ થશે તેમ જાણવા મળેલ છે.

મ્‍યુનિસિપલ કમિશનર દ્વારા વર્ષ ૨૦૨૫-૨૬ના બજેટમાં ૧૫૦ કરોડનો કરબોજ નાખવામાં આવ્‍યો હતો. જેમાં મિલ્‍કતવેરો કાર્પેટ એરિયામાં વધારો તેમજ ગારબેજ કલેક્‍શનમાં એક સાથે ૪૦૦ ટકાનો વધારો અને સાથો સાથ નવો ફાયર ટેક્‍સ નાખવામાં આવેય છે. સાથો સાથ ગત વર્ષે રજૂ થયેલ એનવાયરમેન્‍ટ ટેક્‍સની પણ અમલવારી આ વર્ષે થવાની શકયતા હોય પ્રજા ઉપર ભારે કરબોજ નખાયો હોવાની ચર્ચા જાગી હતી. આથી સ્‍ટેન્‍ડીંગ કમિટિમાં કરબોજ અંગેનો તલપર્શી અભ્‍યાસ કર્યા બાદ ફાઈનલ બજેટ તૈયાર કરવામાં આવ્‍યો હોવાનું જાણવા મળેલ છે. નવા પ્રોજેકટો તથા નવી યોજનાઓ સાથેનું ફાઈનલ બજેટ રજૂ થયા બાદ બજેટ બોર્ડમાં મંજુર કરવામાં આવશે.(૯.ર૬)

(3:00 PM IST)