<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 6th February 2025

સનાતન અન્નક્ષેત્ર ગૌશાળા દ્વારા ૧૬ મીએ સર્વજ્ઞાતિય સમૂહલગ્ન : ૭ યુગલો જોડાશે

રાજકોટ તા. ૬ : સનાતન અન્નક્ષેત્ર ગૌશાળા ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા તા. ૧૬ ના રવિવારે સર્વજ્ઞાતિય સમૂહલગ્નનું આયોજન કરાયુ છે.

‘અકિલા' ખાતે વિગતોવર્ણવતા આયોજકોએ જણાવ્‍યુ હતુ કે આ સંસ્‍થા દ્વારા સતત ૭માં વર્ષે સમૂહલગ્ન યોજવામાં આવ્‍યા છે. જેમાં ૭ દીકરીઓ પ્રભુતામાં પગલા પાડશે.

ૐકાલેશ્વર મહાદેવ મંદિર, સ્‍વાતી પાર્ક મેઇન રોડ, સ્‍વાતી ગૌશાળા સામે યોજેલ આ સમુહલગ્નમાં જોડાનાર દરેક દિકરીઓને જીવનજરૂરીયાતની વસ્‍તુઓ કરીયાવરમાં અપાશે.

સવારે ૬.૩૦ વાગ્‍યે જાન આગમન અને ૭ વાગ્‍યે સામૈયા થશે. સવારે ૯ વાગ્‍યે હસ્‍ત મેળાપ અને બપોરે ૧૧ વાગ્‍યે મહાપ્રસાદ રાખેલ છે. સાધુ સંતો અને અતિથિઓ પધારી વર-કન્‍યાને આશીર્વચનો આપશે.

લગ્નના શાષાી તરીકે જસ્‍મીનભાઇ જગદીશભાઇ જોશી બિરાજી મહામુલા અવસરની વિધિ કરાવશે. સમુહલગ્નની સાથે ફ્રી મેડીકલ નિદાન કેમ્‍પ યોજેલ પણ રાખેલ છે.

સમગ્ર સમુહલગ્નને સફળ બનાવવા સમુહલગ્ન સમિતિના જીણાભાઇ બોરીચા (મો.૮૨૩૮૨ ૨૨૨૦૦), ઘનશ્‍યામભાઇ ડવ, નારણભાઇ સીયારા, શરદભાઇ પટેલ, મયુરભાઇ બોરીચા, વૃંદાબેન પટેલ, મીરાબેન આહીર, કાજલબેન ગોંડલીયા, નિર્મલાબેન ડાંગર, પરીબેન પટેલ, ભારતીબેન ગજેરા, ભાવેશભાઇ વિકાણી, વજુભાઇ લાવડીયા, રાયધનભાઇ હુંબલ જહેમત ઉઠાવી રહ્યા છે.

તસ્‍વીરમાં ‘અકિલા' ખાતે સમુહલગ્ન અંગેની વિગતો વર્ણવતા જીણાભાઇ બોરીચા, નિર્મલભાઇ ડાંગર, ભાવેશભાઇ વિકાણી, ભગુભાઇ મિયાત્રા, વૃંદાબેન પટેલ, મીરાબેન આહીર, કાલજલબેન ગોંડલીયા નજરે પડે છે. (તસ્‍વીર : સંદીપ બગથરીયા) (૧૬.૩)

(2:59 PM IST)