તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 6th February 2025
સિવીલમાં ૧ થી ૧ાા વર્ષથી થેલેસેમીયાના ઇન્જેકશનો ખલાસ લોહી સમયસર મળતું નથી : કલેકટરને વિસ્તૃત રજૂઆતો : જુઓ વિડિયો
કલેકટર કચેરીએ દર્દીઓ દોડી આવતા પ્રભવ જોષી ચોંકી ઉઠયાઃ આવતા ગુરૂવારે મીટીંગ બોલાવી : બસમાં ફ્રી મુસાફરીનું સર્ટિફીકેટ આજીવન કાઢી આપવા અંગે કાર્યવાહી કરોઃ બસ ભાડાનો ખર્ચ પોષાય તેમ નથી

રાજકોટના થેલેસેમીયાના દર્દીઓએ રડતી આંખે કલેકટરને આવેદન પાઠવ્યું હતું. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)
રાજકોટ તા. ૬: સીવીલ થેલેસેમીયા સોસાયટીના આગેવાનોએ રાજકોટ કલેકટરને આવેદનપત્ર પાઠવી હાલમાં સરકારના નિયમ મુજબ દરેક વિકલાંગ કેટેગરીને બસમાં ફ્રી મુસાફરીનું સર્ટીફીકેટ આજીવન કાઢી આપવામાં આવે છે પરંતુ સીવીલ હોસ્પિટલમાં કાઢી આપવામાં આવતું નથી તથા વિસ્તૃત થેલેસીમીયના દર્દીઓને સમયસર બ્લડ મળતું નથી તે અંગે વિસ્તૃત રજુઆતો કરી હતી.
આવેદનમાં ઉમેર્યું હતું કે, રાજકોટ જીલ્લામાં પ૦૦ થી પણ વધુ થેલેસેમીયા ભુલકાઓ છે, તેઓને દર ૧૦ થી ૧પ દિવસે બ્લડ ચડાવવા સીવીલ હોસ્પિટલએ આવવું પડે છે. જેઓ અન્ય ગામડાઓ તથા દુરથી આવે છે તેમાં બસની મુસાફરી છે, બસની મુસાફરીના પાસ માટે જે વિકલાંગ સર્ટીફીકેટની જરૂર પડે છે તે અમને ૧ થી ર વર્ષનું જ આપે છે, પરંતુ આ થેલેસેમીયા બિમારી આજીવન રહે છે. આ વિકલાંગતા સર્ટીફીકેટ અમને આજીવનનું કાઢી આપવામાં આવે તો અમારા જેવા દર્દીઓને વધારે હેરાન થાવું ન પડે અને સર્ટીફીકેટની પ્રક્રિયા બહુ જ અઘરી હોય દર્દીઓને ખુબ જ હેરાનગતિ થાય છે, દર્દીઓ બહારગામ તથા દુરથી આવતા હોય ફ્રી બસ મુસાફરીનો લાભ અમોને મળે અને વિકલાંગતા સર્ટીફીકેટ અમોને કાયમી ધોરણે મળે તેવી રજુઆત છે, તે ઉપરાંત સિવીલમાં છેલ્લા ૧ થી ૧ાા વર્ષથી થેલેસેમીયાના ઇન્જેકશનો નથી, સિવીલમાં કલાકો બેસવું પડે છે, કોઇ ડોકટર કે નર્સીંગ સ્ટાફ સરખો જવાબ આપતા નથી, સહિતની બાબતોની કલેકટરને રજૂઆતો કરતા, કલેકટર ચોંકી ઉઠયા હતા અને આવેલ આગેવાનોને આવતા ગુરૂવારે આવવા તથા સિવીલના જવાબદાર ડોકટરોને પણ આ બાબતે પોતે આવતા ગુરૂવારે બોલાવી રહ્યાની ખાત્રી આપી હતી.
આવેદનમાં રજૂઆત કર્તાઓએ જણાવેલ કે, ગત નવેમ્બર-ડીસેમ્બર-ર૦ર૪ના વર્ષમાં રકતની ખુબ જ અછત હતી. સીવીલમાં દર્દી રકત જમા કરાવ્યા પછી જ રકમ મળતું, જે થેલેસેમીયા દર્દીને ૧૦-૧પ દિવસે બ્લડ ચડતું, તે રપ થી ૩૦ દિવસે બ્લડ મળતું. થેલેસેમીયા દર્દીનું પ૦ થી ૧૦૦ નું વેઇટીંગ લીસ્ટ ત્યારે ચાલતું. હાલમાં રકતદાન કેમ્પો ખુબ જ પ્રમાણમાં થાય છે તેમ છતાં પણ દર્દીને સમયસર રકત મળતું નથી. અમુક દર્દીને રકત ન મળતા અમદાવાદ સીવીલ હોસ્પીટલમાં રકત માટે જાવું પડે છે. રાજકોટ સીવીલ હોસ્પીટલમાં અવાર-નવાર રજુઆત કરતા કોઇ ધ્યાન આપતું નથી. થેલેસેમીયા દર્દીઓને જીવન માટે રકત મેઇન છે, તેમને દર ૧પ દિવસે રકત ચડાવું પડે. અમારી રજુઆત છે કે રકત બ્લડ બેંકમાં હોય તો દર્દીને જમા કરાવવા માટે હેરાનગતિ કરવામાં ન આવે. (૭.૩૪)
(2:59 PM IST)










