તા. ૧૨ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક વદ – ૮ બુધવાર
News of Thursday, 6th February 2025
જસદણ શ્રીનાથજી હવેલીમાં રવિવારે ૧૦૮ યમુનાજી લોટી ઉત્સવ
છાક મનોરથ, વ્રજકમલ મનોરથ સહિતના આયોજન : શોભાયાત્રામાં બગી, કલાત્મક છત્રી, ૫૧ સાફાધારી બાઇક સવારો આકર્ષણ જમાવશે

રાજકોટ તા. ૬ : સૌરાષ્ટ્રમાં શ્રીનાથજીના તીર્થ તરીકે પ્રસિદ્ધ જસદણની પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ સંપ્રદાયની શ્રીનાથજી હવેલી દ્વારા ૧૦૮ શ્રી યમુનાજી લોટી ઉત્સવ, ભવ્ય શોભાયાત્રા, શ્રીનાથજી હવેલી ખાતે ઠાકોરજી સમક્ષ છાક મનોરથ, વ્રજકમળ મનોરથના દર્શન, કીર્તન મહાપસાદ સહિતના અનેકવિધ કાર્યક્રમો તા.૯ ને રવિવારે આયોજીત કરાયા છે.
‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા આયોજન સમિતિના આગેવાનોએ જણાવેલ કે જસદણ શહેરના આટકોટ રોડ ઉપર આર.કે. વાટિકા પાર્ટી પ્લોટ ખાતે આ મહોત્સવનું ઉદ્દઘાટન વલ્લભાશ્રય હવેલી રાજકોટના ષષ્ઠ ગળહાચાર્ય પૂજ્યપાદ ગોસ્વામી ૧૦૮ શ્રી અભિષેકલાલજી મહારાજશ્રી કરશે.
મહોત્સવના મુખ્ય મનોરથી અગ્રણી હીરા ઉદ્યોગપતિ રૂડાભાઈ ભગત છે. મહાપસાદના મનોરથી રાજકોટના તોગાભાઈ ધોળકિયા તથા અર્જુનભાઈ ધોળકિયા છે. છાક મનોરથના મનોરથી જસદણના અગ્રણી ઉદ્યોગપતિ અરવિંદભાઈ પાટડીયા છે. વ્રજકમળ મનોરથના મનોરથી જસદણની રામાણી સર્જીકલ હોસ્પિટલના સેવાભાવી ડો. દીપકભાઈ રામાણી છે.
૧૦૮ લોટી ઉત્સવના મનોરથી સિનિયર જીએસટી કન્સલ્ટન્ટ દિનેશભાઈ ચેતા તથા જૈમીનભાઇ ચેતા છે. શ્રળંગારના મનોરથી રમેશભાઈ સોરઠીયા છે. શોભાયાત્રાના મનોરથી રાજકોટના અગ્રણી ઉદ્યોગપતિ અને જસદણના વતની રમેશભાઈ જીવાણી તથા જસદણ અગ્રણી વેપારી સુરેશભાઈ પ્રજાપતિ અને જસદણના વતની હાલ અમદાવાદના ઉદ્યોગપતિ જગદીશભાઈ શાહ છે.
કુવારિકાઓને ભેટના મનોરથી તરીકે રાજકોટ પટેલ સમાજના અગ્રણી પોપટભાઈ ભાલાળા, જસદણ માર્કેટિંગ યાર્ડના ડિરેક્ટર મહાવીરભાઈ ધાધલ અને જસદણના પટેલ સમાજના અગ્રણી રવિન્દ્રભાઈ વેકરીયા છે.
જસદણના આર કે પાર્ટી પ્લોટ ખાતે ૧૦૮ શ્રી યમુનાજી લોટીજીના ભવ્ય દર્શન યોજાશે. ૧૦૮ દંપતિ પૂજન દ્વારા પૂજન વિધિ યોજાશે. આ પ્રસંગે શ્રીનાથજી યમુનાજી અને મહાપભુજીના જીવંત પાત્રો પણ ગોઠવવામાં આવ્યા છે.
સ્ટેજ પ્રોગ્રામનું ઉદ્ધાટન ગો. ૧૦૮ શ્રી અભિષેકલાલજી મહારાજશ્રી કરશે. સમારોહના અધ્યક્ષ સ્થાને પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ ડો.ભરતભાઈ બોઘરા તથા કેબિનેટ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયા ઉપસ્થિત રહેશે. વિશિષ્ટ અતિથિ વિશેષ તરીકે રાજકોટ શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી, જસદણ રાજવી સત્યજીતકુમાર ખાચર ઉપસ્થિત રહેશે.
અતિથિ વિશેષ તરીકે કિરીટભાઈ આદ્રોજા (એન્જલ પંપ), જયંતીભાઈ પરમાર અગ્રણી ઉદ્યોગપતિ રાજકોટ, રાજુભાઈ ધારૈયા ઉપાધ્યક્ષ રાજકોટ જિલ્લા ભાજપ, અશોકભાઈ ધાધલ પ્રમુખ (જસદણ ચેમ્બર ઓફ કોમર્સ), સુધીરભાઈ છાટબાર ઉદ્યોગપતિ યુએસએ, દિનેશભાઈ વેકરીયા અગ્રણી ઉદ્યોગપતિ જસદણ, વિજયભાઈ રાઠોડ પ્રમુખ જસદણ શહેર ભાજપ, લાલજીભાઈ કોટડીયા પટેલ સમાજ અગ્રણી, મહેન્દ્રભાઈ ગીતા સેલ્સ જસદણ, હેમલભાઈ મોદી સીએ રાજકોટ, વિરલભાઈ અનડકટ ઉદ્યોગપતિ રાજકોટ, રાજેશભાઈ રાણભાણ (મુંબઈ) વગેરે ઉપસ્થિત રહેશે.
આર કે પાર્ટી પ્લોટ ખાતે તા. ૯ ના રવિવારે ૯ થી ૧૦-૩૦ દરમિયાન પૂ. શ્રી અભિષેકલાલજી મહારાજશ્રીના વચનામળત, ઉપસ્થિત અગ્રણીઓનું સન્માન, સ્પીચ વગેરે યોજાશે. આ પ્રસંગે લક્ષ્મી સ્વરૂપ ૧૮૦૦ દીકરીઓની પુષ્પવળષ્ટિથી પૂજન વિધિ કરવામાં આવશે. સ્ટેજ પ્રોગ્રામ પૂર્ણ થયા બાદ યમુનાજીના ૧૦૮ લોટીજીની શોભાયાત્રા શરૂ થશે.
શોભાયાત્રામાં સુશોભિત બગી સાથે કીર્તન મંડળી, રાસ મંડળી, ૫૧ બાઈક સવાર યુવાનો, ડીજે બેન્ડવાજા, કલાત્મક છત્રીઓ, ધજા સાથેની ભવ્ય શોભાયાત્રા આર કે પાર્ટી પ્લોટ ખાતેથી શરૂ થઈને ડીએસવીકે હાઇસ્કુલ રોડ મોતી ચોક મેઈન બજાર, ટાવર ચોક, છત્રી બજાર થઈને હવેલીએ પહોંચશે. શોભાયાત્રામાં અનેક સ્થળે પુષ્પવળષ્ટિ કરવામાં આવશે તેમજ રૂટ પર ઠેરઠેર સરબત તથા પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે.
હવેલી ખાતે ઠાકોરજી સમક્ષ છાક મનોરથ તથા વ્રજકમલ મનોરથના દર્શન યોજાશે. ત્યાર બાદ કન્યા વિનય હાઈસ્કૂલ ખાતે મહાપસાદનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યાં ૧૮૦૦ દીકરીઓને મહાપસાદ લેવડાવીને ગિફ્ટ આપવામાં આવશે. બાદ ઉપસ્થિત વૈષ્ણવો માટે પણ મહાપસાદની વ્યવસ્થા રાખેલ છે.
સાંજે ૫ કલાકે આર.કે પાર્ટી પ્લોટ ખાતે બહેનો માટે રાસ અને બાદમાં મહાપસાદની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.
આ મહોત્સવ માટે શ્રીનાથજી હવેલી જસદણના પ્રમુખ કિરીટભાઈ સી. પટેલ, ટ્રસ્ટી ભરતભાઈ કે. જનાણી, ટ્રસ્ટી ભરતભાઈ કે. ધારૈયા, ટ્રસ્ટી હસુભાઈ કે. ગાંધી, ટ્રસ્ટી બટુકભાઈ એમ. તન્ના, ટ્રસ્ટી અશોકભાઈ કે. મહેતા, ટ્રસ્ટી કિશોરભાઈ બી. ગઢવી, ઉપપમુખ ચંદ્રકાંતભાઈ એમ. બાબરીયા, ઉપપમુખ કમલેશભાઈ એન. ચોલેરા, મંત્રી ધર્મેશભાઈ એન. કલ્યાણી, સહમંત્રી નિલેશભાઈ એમ. રાઠોડ, સહમંત્રી સાગરભાઇ એમ. દોશી, ખજાનચી ચંદુભાઈ સી. વડોદરિયા તથા આમંત્રિત ટ્રસ્ટી મંડળના કિરીટભાઈ છાયાણી, નરેશભાઈ દરેડ, સંજયભાઈ સખીયા, રમેશભાઈ ગોલ્ડન ચા, ચંદુભાઈ ગોટી સહિતના સમગ્ર વૈષ્ણવ સમાજના યુવાનો ભાઈઓ-બહેનો જહેમત ઉઠાવી રહ્યા છે.
તસ્વીરમાં ‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા હવેલીના પ્રમુખ કિરીટભાઈ પટેલ, ટ્રસ્ટીઓ ભરતભાઈ જનાણી, અશોકભાઈ મહેતા, કિશોરભાઈ ગઢવી, ઉપપમુખ ચંદ્રકાંતભાઈ બાબરીયા, કમલેશભાઈ ચોલેરા, મંત્રી ધર્મેશભાઈ કલ્યાણી, સહમંત્રી નિલેશભાઈ રાઠોડ તથા સાગરભાઇ દોશી નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)
(12:01 PM IST)










