તા. ૧૨ ફેબ્રુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ મહા વદ – ૧૦ ગુરૂવાર
News of Thursday, 6th February 2025
રાજકોટના ૧૯ વર્ષના સમલૈંગિક કોલેજીયન યુવાનને જામનગરી શખ્સે હનીટ્રેપમાં ફસાવ્યોઃ નગ્ન વિડીયો ઉતારી રોકડ-મોબાઇલ પડાવ્યા!
ગ્રાઇન્ડર ડેટીંગ એપ્લીકેશનથી વિડીયોકોલમાં વાતચીત કર્યા બાદ નાના મવા રોડની હોટેલમાં મળવા ગયોઃ બંને નગ્ન થઇ બાથરૂમમાં ન્હાવા ગયા, જાણ બહાર યુવાનનો વિડીયો ઉતારી બ્લેકમેઇલ કર્યોઃ તાલુકા પોલીસે ૩૮ વર્ષિય શૈલેન્દ્રસિંગ ઉર્ફ પ્રકાશ સુરેન્દ્રસિંગ નીરબાનને સકંજામાં લીધો : જામનગરી શખ્સ ન્હાઇને નીકળી ગયો એ પછી યુવાન ન્હાતો હતો ત્યારે જાણ બહાર વિડીયો ઉતારી વાયરલ કરવાની ધમકી દઇ તેના બે એટીએમ કાર્ડમાંથી ૬૫ હજાર પડાવ્યાઃ પછી બાઇકમાં બેસાડી પૂજારા ટેલિકોમમાં લઇ જઇ ક્રેડિટ કાર્ડથી રૂા. ૩૬૮૦૦નો મોબાઇલ લઇ લીધોઃ ફરી હોટેલમાં લઇ જઇ ધમકાવ્યો કે-કોઇને વાત કરીશ તો જીવવા જેવો નહિ રાખું: બે દિવસ યુવાન ગુમસુમ રહ્યા બાદ પરિવારને વાત કરી ફરિયાદ નોંધાવી : ઝડપાયેલો શૈલેન્દ્રસિંગ પોતે સમલૈંગિક નથીઃ કારખાનુ બંધ થઇ ગયા બાદ આર્થિક ભીંસમાં આવતાં એપનો ઉપયોગ કરી પહેલી જ વખત બ્લેકમેઇલીંગ કર્યાનું રટણ

રાજકોટ તા. ૬: સોશિયલ મિડીયા થકી સંપર્ક કરીને અમુક ટોળકીઓ યુવાનો, વેપારીઓ, વૃધ્ધોને હનીટ્રેપમાં ફસાવી રૂપિયા પડાવતી હોય છે. પણ રાજકોટમાં એક ચોંકાવનારો બનાવ પોલીસ સુધી પહોંચ્યો છે જેમાં ગ્રાઇન્ડર નામની એપ્લીકેશન મારફત રાજકોટના ૧૯ વર્ષના કોલેજીયન યુવાને એક શખ્સનો સંપર્ક કરી વાતચીત કર્યા બાદ આ શખ્સે પોતે રાજકોટ નાના મવા રોડની હોટેલમાં આવ્યો છે તેમ કહી મળવા બોલાવી બાદમાં મોહમાં ફસાવી કપડા ઉતરાવી બાથરૂમમાં ન્હાવા લઇ જઇ એ પછી આ યુવાનની જાણ બહાર તેનો નગ્ન વિડીયો ઉતારી લઇ વાયરલ કરવાની સમાજમાં બદનામ કરવાની ધમકી દઇ રોકડા રૂપિયા ૬૫ હજાર પડાવી લઇ તેમજ મોબાઇલ શો રૂમમાં લઇ જઇ તેના ક્રેડીટ કાર્ડથી ૩૬૮૦૦નો મોબાઇલ ખરીદી લઇ ધમકી આપી જવા તગેડી મુકતાં યુવાને પોલીસને જાણ કરતાં તાલુકા પોલીસે જામનગરથી મારવાડી શખ્સને ઉઠાવી લઇ તપાસ શરૂ કરી છે.
આ બનાવમાં તાલુકા પોલીસે અવધ રોડ વિસ્તારમાં રહેતાં ૧૯ વર્ષના યુવાનની પરથી જામનગરના શૈલેન્દ્રસિંગ ઉર્ફ પ્રકાશ સુરેન્દ્રસિંગ નિરબાન (ઉ.વ.૩૮) વિરૂધ્ધ બીએનએસની કલમ ૩૦૮ (૩), ૩૫૧ (૧), ૩૧૮ મુજબ ભોગ બનનાર યુવાનનો કપડા વગરનો વિડીયો ઉતારી લઇ તે વાયરલ કરી સમાજમાં બદનામ કરવાની ધમકી આપી મારી નાખવાની ધમકી આપી બળજબરીથી રોકડા પડાવી લઇ તેમજ લોન પર મોબાઇલ ખરીદ કરાવી પડાવી લેવાનો ગુનો નોંધી આરોપીને સકંજામાં લીધો છે.
ભોગ બનનાર યુવાન મજુરી કામ કરવાની સાથે સાથે કોલેજના છઠ્ઠા સેમેસ્ટરમાં અભ્યાસ કરે છે. તેણે પોતાની સાથે જે બન્યું તેની વિગતો જણાવતાં કહ્યું હતું કે હું પરિવાર સાથે રહુ છું અને અમારી દુકાનમાં પિતાને કામમાં મદદ કરુ છું. બે દિવસ પહેલા મારે ગ્રાઇન્ડર એપ્લીકેશન મારફત એક વ્યક્તિ સાથે વિડીયોકોલમાં વાત થઇ હતી. ત્યારબાદ અમે સામ સામે ગ્રાઇન્ડર ડેટીંગ એપ્લીકેશન મારફત વાતચીત શરૂ કરી હતી. એ પછી તા. ૪/૨/૨૫ના રોજ મને એ વ્યક્તિએ કહેલુ કે હું રાજકોટ ખાતે આવ્યો છું અને હોટેલ નોવાબ્લીસ નાના મવા રોડ જડ્ડુસ પાછળ રોકાયુ છું, તું સાંજે પાંચ વાગ્યે મને હોટલે મળવા આવજે. જેથી મેં તેને હા પાડી હતી અને હું સાંજે પાંચેક વાગ્યે હોટેલ ખાતે મારુ બાઇક લઇને ગયો હતો.
ત્યાં હું પહોંચ્યો તેની જાણ કરતાં તે નીચે મને મળવા આવ્યો હતો અને વાતચીત બાદ હોટેલના રૂમમાં લઇ ગયો હતો. ત્યારબાદ અમે વાતચીત કરી હતી. એ શખ્સે પોતાનું નામ શૈલેન્દ્રસિંગ ઉર્ફ પ્રકાશ સુરેન્દ્રસિંગ નીરબાન જણાવ્યું હતું તેમજ પોતે જામનગરનો હોવાની વાત કરી હતી. ત્યારબાદ તેણે મારી સાથે વધુ વાતચીત કરી મોહમાં ફસાવ્યો હતો. એ પછી અમે બંનેએ કપડા કાઢી નાખ્યા હતાં અને બાથરૂમની અંદર ન્હાવા ગયા હતાં. ન્હાઇને બહાર આવ્યો ત્યારે પણ હું કપડા પહેર્યા વગરનો હતો. ન્હાતો હતો ત્યારે દરવાજો ખુલ્લો હોઇ મારી જાણ બહાર શૈલેન્દ્રસિંહે મારો નગ્ન વિડીયો ઉતારી લીધો હતો.
બહાર આવ્યો ત્યારે શૈલેન્દ્રસિંગે વિડીયો બતાવ્યો હતો અને વાયરલ કરવાની ધમકી આપી હતી. તેમજ તારા બેંક એકાઉન્ટમાં કેટલા પૈસા છે? તેમ પુછતાં હું ગભરાઇ ગયો હતો. મં મારા બે બેંકના એકાઉન્ટ બતાવ્યા હતાં. જેમાં એકમાં ૪૪ હજાર હહતાં અને બીજામાં ૨૬ હજાર હતાં. આ પછી તેણે એક ખાતામાંથી ૪૦ હજાર અને બીાજ ખાતામાંથી ૨૫ હજાર સ્કેન કરીને લઇ લીધા હતાં. ત્યારપછી મારુ પર્સ કાઢી તેમાંથી મારુ ક્રેડીટ કાર્ડ કાઢી લીધુ હતું. તેણે મારુ આધારકાર્ડ અને ફોન પણ પોતાની પાસે રાખી લઇ ધમકી આપી હતી.
આ પછી તે મને ધમકાવી મારા જ બાઇકમાં બેસાડી એસ્ટ્રોન ચોક પૂજારા ટેલિકોમ ખાતે લઇ ગયો હતો. જ્યાં તેણે ઓપો કંપનીનો રેનો-૧૩ મોબાઇલ ફોન રૂા. ૩૬૮૦૦નો મારા ક્રેડીટ કાર્ડ પર ખરીદીી લીધો હતો. અહિ બીલમાં તેણે પોતાનું નામ પ્રકાશ લખાવ્યું હતું. ત્યારબાદ અમે હોટેલે પાછા આવ્યા હતાં. અહિ તેણે મારા ફોનમાંથી ગ્રાઇન્ડર એપ્લીકેશન હતી તે ડીલીટ કરી નાખી હતી અને મને મારુ આધારકાર્ડ તથા ફોન પાછા આપી દઇ હવે તું કોઇને જાણ કરીશ તો તારો વિડીયો વાયરલ કરી નાખીશ અને સમાજમાં બદનામ કરી નાખીશ તો તું જીવવા જેવો નહિ રહે તેવી ધમકી આપી હતી. આ કારણે હું ખુબ ગભરાઇ ગયો હતો અને ત્યાંથી નીકળી ગયો હતો. હું ગુમસુમ રહેતો હોઇ ઘરના સભ્યોએ પુછતાં મેં સાચી વાત કરી હતી. બાદમાં અમે પોલીસ સ્ટેશને ગયા હતાં.
તાલુકા પીઆઇ ડી. એમ. હરિપરાની રાહબરીમાં પીએસઆઇ બી. આર. ભરવાડ, ભરતસિંહ જાડેજા, કોૈશેન્દ્રસિંહ ઝાલા સહિતે ગુનો નોંધી આરોપી શૈલેન્દ્રસિંગ ઉર્ફ પ્રકાશ મારવાડીને સકંજામાં લીધો છે અને વિશેષ પુછતાછ શરૂ કરી છે. પ્રાથમિક તપાસમાં ખુલ્યા મુજબ શૈલેન્દ્રસિગ ઉર્ફ પ્રકાશ અગાઉ સ્પીકર બનાવવાનું કારખાનુ ચલાવતો હતો. પણ આ ધંધો બંધ થઇ જતાં હાલ આર્થિક ભીંસમાં હતો. સમલૈંગિકો જેનો ઉપયોગ કરે છે તે ડેટીંગ એપમાં પોતે એકાઉન્ટ ખોલી એડ થયો હતો અને રાજકોટના સમલૈંગિક યુવાનને ફસાવી બ્લેકમેઇલ કર્યો હતો. આવુ પહેલી જ વખત કર્યાનું તે રટણ કરી રહ્યો છે, તે પોતે સમલૈંગિક નથી. તેની પાસેથી મુદ્દામાલ રિકવર કરવા તજવીજ થઇ રહી છે. (૧૪.૬)
(2:58 PM IST)










