તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 30th January 2025
સિવિલ હોસ્પિટલમાં ખાડામાં પડી જતાં દર્દીના મોતની ઘટનામાં કોંગ્રેસનું આવેદન
હાથ સે હાથ જોડો સમિતીના કલ્પેશ કુંડલીયા સહિતે ન્યાયી કાર્યવાહી કરવા માંગણી કરી

રાજકોટઃ પીડીયુ સિવિલ હોસ્પિટલમાં નવો ગેઇટ બની રહ્યો હોઇ ત્યાં ખોદાયેલા ખાડામાં પડી જતાં તાલાલાના દર્દી જગદીશભાઇ ચાવડાનું મૃત્યુ થયું હતું. આ બનાવને શહેર કોંગ્રેસના કલ્પેશ કુંડલીયા, દિપક મકવાણા, વશરામભાઇ સાગઠીયા, હસમુખ ગોસ્વામી, હરેશ પરમાર, સુરેશ ચાવડા, જગદીશ મોરી, અશોક રાઠોડ, મહેન્દ્ર ગોહેલ સહિતે વખોડી કાઢી તબિબી અધિક્ષકને આવેદન આપી જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી થાય અને મૃતકના પરિવારને ન્યાય મળે તેવી કાર્યવાહી કરવા રજૂઆત કરવામાં આવી હતી. શહેર કોંગ્રેસ હાથ સે હાથ જોડો સમિતીના પ્રમુખ કલ્પેશ કુંડલીયાએ રજુઆતમાં કહ્યું હતું કે જ્યાં દૂર્ઘટના બની ત્યાં કોઇ બેરીકેડ કે સુચનના બોર્ડ પણ નહોતાં. એક દર્દીનું મોત થયા પછી આડશ મુકાઇ હતી. મૃતકના પરિવારને ન્યાય મળે તેવી કાર્યવાહી કરવા અમારી માંગણી છે.
(7:15 PM IST)










