<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 30th January 2025

વોર્ડ નં. ૧ વિકાસમાં પણ નંબર-૧: ૧૬ કરોડના કામો મંજુર

ભાનુબેન બાબરીયા, હિરેનભાઇ ખીમાણીયા, ડો. અલ્‍પેશભાઇ મોરજરીયા તથા દુર્ગાબા જાડેજાની મહેનત ફળી

રાજકોટઃ મહાનગરપાલિકાના વોર્ડ નં.૦૧માં  રૂ.૧.૨૫ કરોડના ખર્ચે જુદા-જુદા વિસ્‍તારોમાં ‘‘જનભાગીદારી યોજના'' હેઠળ રસ્‍તાની સાઇડ સોલ્‍ડરમાં તેમજ કોમન પ્‍લોટમાં પેવીંગ બ્‍લોક નાંખવાનું કામ તેમજ  રૂ.૧૫.૧૯ કરોડના ખર્ચે રૈયા ગામ થી સ્‍માર્ટ સીટીનાં ડી.પી. રોડ પર આવેલ વોંકળા પર બ્રીજ બનાવવાનું કામ આમ કુલ રૂ.૧૬.૪૪ કરોડના કામો સ્‍ટેન્‍ડીંગ કમિટીની મીટીંગમાં મંજુર કરવામાં આવેલ છે.

કામ મંજુર કરવા બદલ વોર્ડ નં.૦૧ના કોર્પોરેટર ભાનુબેન બાબરીયા, દુર્ગાબા જાડેજા, ડો. અલ્‍પેશભાઈ મોરજરીયા અને હિરેનભાઈ ખીમાણીયા દ્વારા સ્‍ટેન્‍ડીંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર તથા સ્‍ટેન્‍ડીંગ કમિટીના તમામ સભ્‍યોનો આભાર વ્‍યક્‍ત કરેલ છે. (

(3:59 PM IST)