News of Thursday, 30th January 2025
વોર્ડ નં. ૧૮માં ભુગર્ભ ગટરની ફરિયાદનું નિરાકરણ ઝડપી બનશેઃ પ્રાઇવેટાઇઝેશન માટે રૂ. ૩૩.૮૯ લાખની ફાળવણી
નગર સેવકો દક્ષાબેન વાઘેલા, ભારતીબેન પરસાણા, સંજયસિંહ રાણા તથા સંદીપભાઇ ગાજીપરાની રજુઆત સફળ

રાજકોટઃ મહાનગરપાલિકાના વોર્ડ નં.૧૮માં રૂ.૫.૪૫ કરોડના ખર્ચે લાલબહાદુર તથા વિનોદનગર હેડવર્કસ લગત ડીસ્ટ્રીબ્યુશન ડી.આઈ. પાઇપલાઈન (લેબર કામ) નાખવાનુ કામ, રૂ.૭૫.૯૧ લાખના ખર્ચે ટીપી સ્કીમ નં.૧૨(કોઠારીયા), ફા.પ્લોટ નં.૩૯/એ ના પ્લોટમાં ગાર્ડન ડેવલપ કરવા માટે કમ્પાઉન્ડ વોલ, મેઈન ગેટ, ફરખડી અને સ્ટોર રૂમ બનાવવાનું કામ તથા રૂ.૩૩.૮૯ લાખના ખર્ચે પ્રાઈવેટાઈઝેશનથી ભૂગર્ભ ગટર ફરિયાદ નિકાલ કરવાનું કામ આમ કુલ રૂ.૬.૫૫ કરોડના કામો આજરોજ સ્ટેન્ડીંગ કમિટીમાં મંજુર કરવામાં આવેલ છે.
આ કામો મંજુર કરવા બદલ વોર્ડ નં.૧૮ના કોર્પોરેટર દક્ષાબેન વાઘેલા, ભારતીબેન પરસાણા, સંજયસિંહ રાણા અને સંદીપભાઈ ગાજીપરા દ્વારા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર તથા સ્ટેન્ડિંગ કમિટીના સભ્યોનો આભાર વ્યકત કરેલ છે.
(3:57 PM IST)










