તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 30th January 2025
વોર્ડ નં. ૧૦માં વિવિધ વિસ્તારો પેવીંગ બ્લોકથી મઢાશે
નગરસેવકો ચેતનભાઇ સુરેજા, નરેન્દ્રસિંહ વાઘેલા, જયોત્સનાબેન ટીલાળા અને રાજેશ્રીબેન ડોડીયાએ વોર્ડવાસીઓની સુવીધા વધારી

રાજકોટઃ શહેરના વોર્ડ નં.૧૦માં ‘‘જનભાગીદારી યોજના'' હેઠળ રૂ.૨૯.૪૬ લાખના ખર્ચે (૧) આલાપ એવન્યુ, (ર) આલાપ સેન્ચુરી, (૩) નંદનવન સોસાયટી, અને (૪) સગુન રેસીડેન્સીનાં કોમન પ્લોટમાં પેવીંગ બ્લોક નાંખવાનું કામ આજરોજ સ્ટેન્ડીંગ કમિટીની મીટીંગમાં મંજુર કરવામાં આવેલ છે. આ કામ થતા વિસ્તારમાં રહેતા તમામ લોકોની સુવિધામાં વધારો થશે.
આ કામો મંજુર કરવા બદલ પ્લાનિંગ સમિતિ ચેરમેન તથા વોર્ડ નં.૧૦ના કોર્પોરેટર ચેતનભાઈ સુરેજા, કોર્પોરેટર નરેન્દ્રસિંહ વાઘેલા, જ્યોત્સનાબેન ટીલાળા અને રાજેશ્રીબેન ડોડીયા દ્વારા રાજકોટ શહેર સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર તથા સ્ટેન્ડિંગ કમિટીના સભ્યોનો આભાર વ્યકત કરેલ છે. (૭.૩૦)
(3:57 PM IST)










