તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 30th January 2025
વોર્ડ નં.૦૯ માં ૫૩.૪૪ કરોડના વિકાસ કામોને મંજુરી
ત્રણ બ્રીજ વાઇડનીંગ કરાશે, મુંજકામાં હાઇલેવલ બ્રીજ સહિતની સુવીધા અંગે નગરસેવકો પુષ્કરભાઇ પટેલ, જીતુભાઇ કાટોળીયા, આશાબેન ઉપાધ્યાય તથા દક્ષાબેન વસાણીની રજુઆતને લીલીઝંડી

રાજકોટ : શહેરના વોર્ડ નં. ૦૯માં રૂ. ૪૭.૧૨ કરોડના ખર્ચે નવા ૧૫૦ ફુટ રીંગ રોડ પરના ત્રન બ્રીજને વાઇડનીંગ કરવાનુ કામ તેમજ રૂ. ૬.૩૧ કરોડના ખર્ચે મુંજકા આર્ષ વિદ્યા મંદિર પાસે હાઇલેવલ બ્રિજ તથા મુંજકા પોલીસ સ્ટેશનથી આગળ વોંકળા પર બોક્સ કલવર્ટ બનાવવાના કામ આમ કુલ મળીને રૂ. ૫૩.૪૪ કરોડના કામો આજરોજ સ્ટેન્ડીંગ કમિટીની મીટીંગમાં મંજુર કરવામાં આવેલ છે. આ કામ થવાથી આશરે ૧ લાખથી વધારે જેટલા લોકો ફાયદો થશે.
આ કામો મંજુર કરવા બદલ પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અને વોર્ડ નં.૦૯ના કોર્પોરેટર પુષ્કરભાઇ પટેલ, જીતુભાઈ કાટોળીયા, આશાબેન ઉપાધ્યાય, દક્ષાબેન વસાણી દ્વારા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર તથા સ્ટેન્ડિંગ કમિટીના સભ્યોનો આભાર વ્યકત કરેલ છે.
(3:57 PM IST)










