News of Thursday, 30th January 2025
મનપાના કર્મચારીઓને તબીબ સહાય માટે બનશે નવી પોલીસીઃ આરોગ્યની ૧૧ દરખાસ્ત પેન્ડીંગ
સ્ટેન્ડીંગમાં ૧૦ર કરોડના કામો મંજુર ડીઆઇ પાઇપ લાઇનનું કામ પ૬ ટકાથી વધુ , જન્માષ્ટમીના લોકડાયરાનો ખર્ચ પ૦ ટકા મંજુર, પાંચ બ્રીજ સહિતની પર દરખાસ્તોનો નિર્ણય

રાજકોટ, તા., ૩૦ : મહાનગરપાલિકાની આજે યોજાયેલ સ્ટેન્ડીંગ કમિટીની બેઠકમાં ૫૩ પૈકી કર્મચારીને આર્થિક તબીબી સહાયની ૧૧ દરખાસ્ત પેન્ડીંગ તેમજ ડ્રેનેજ, ડીઆઈ પાઈપલાઈન, હાઈલેવલ બ્રીજ સહિતની ૪૨ દરખાસ્તોના કુલ રૂા. ૧૦૨ કરોડના ખર્ચ મંજુર કરવામાં આવ્યા હતા.
તબીબ સહાય
માટે કમીટી બનાવશે
મ્યુનિ. કોર્પોરેશનની આજે સવારે ૧૧ કલાકે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક સ્ટે. ચેરમેન જયમીન ઠાકરની અધ્યક્ષતામાં યોજાઇ હતી. જેમાં મનપાના કર્મચારીઓ તથા પરિવારોને આપવામાં આવતી તબીબી સહાયની ૧૧ દરખાસ્તો પેન્ડીંગ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. આ અંગે સ્ટે. ચેરમેને વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે આ બાબતે તમામ સભ્યોના અભિપ્રાય બાદ કર્મચારીઓને આપવામાં આવતી આર્થિક સહાય માટે પોલીસી બનાવવા માટે મેયર, સ્ટે. ચેરમેન, ડે. કમિશનર, આરોગ્ય અધિકારી તથા ડોકટરોની એક સમિતિ બનાવી આગામી સમયમાં આ અંગે નિર્ણય લેવામાં આવશે.
ડીઆઈ પાઈપલાઈનનું
કામ ૫૬ ટકા ઓનથી
આજની સ્ટેન્ડીંગમાં વોર્ડ નં. ૧૮ માં લાલ બહાદૂર તથા વિનોદ નગર હેડવર્કસ વિસ્તારોમાં ડીઆઈ પાઈપલાઈન નાખવાનું કામ મંજુર કરવામાં આવેલ રૂા. ૫.૪૫ કરોડના લેબર કામ સૌથી વધુ ૫૬.૧૧ ટકા ઓનથી આપવામાં આવ્યું છે. જે મુદદ્દે ચેરમેને જણાવેલ કે, આ લાઈન નાખવાનું કામ સાંકળી શેરીઓમાં હોવાથી કામ કરવા કોઈ તૈયાર ન હોય ઓનથી આપવામાં આવ્યું છે. આ કામ માટે ૧૮ વખત ટેન્ડર પ્રક્રિયા.
સાતમ-આઠમના લોકડાયરાનો ૫૦ ટકા ખર્ચ ના મંજૂર
જન્માષ્ટમીના તહેવારો દરમિયાન મહાનગરપાલિકા દ્વારા સાંમેકાઠે પવનપુત્ર ચોકમાં ધીરુભાઈ સરવૈયા તથા કિર્તીદાન ગઢવી સહિતના કલાકારોનો લોકડાયરાનો કાર્યક્રમ રાખવામાં આવેલ પરંતુ આ દિવસો દરમિયાન સતત વરસાદ વરસતા લોકડાયરો રદ કરવામાં આવેલ ડાયરાના કલાકારોને રૂપિયા ૯ લાખ ચુકવવાના હતાં. પરંતુ લોકડાયરો રદ થતાં હવે ૫૦ ટકાના કાપ સાથે કલાકારોને રૂા. ૪.૫૦ લાખ ચુકવવામાં આવશે.
આ ઉપરાંત આજની સ્ટેન્ડીંગમાં જામનગર રોડથી કટારિયા ચોકડી અને કટારિયા ચોકડીથી ગોંડલ રોડ સુધીના ફોરલેન રોડ બનાવવાની ટેન્ડર પ્રક્રિયા લગભગ પૂર્ણ થવામાં છે ત્યોર જામનગર રોડથી કટારિયા ચોકડી એટલે કે, કાલાવડ રોડ સુધીના રોડ ઉપર ત્રણ હાઈલેવલ ઓવરબ્રીજ બનાવવામાટેની દરખાસ્ત મંજુર કરવામાં આવી હતી. અંદાજે રૂા. ૫૩ કરોડના ખર્ચે ૩ બ્રીજ બનાવવામાં આવશે. તેમજ અન્ય બે સ્થળે પાંચ કરોડના ખર્ચે બ્રીજ તૈયાર કરાશે. મનપાની સ્ટેન્ડીંગની બેઠકમાં હાઈલેવલ બ્રીજ ઉપરાંત ડ્રેનેજ માટે સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ તેમજ જુદા જુદા બગીચાઓ, બાલ ક્રિડાગણ, પમ્પીંગ સ્ટેશનની વાર્ષિક કામગીરી, અલગ અલગ વિસ્તારોમાં પેવર કાર્પેટ તેમજ મેડિકલ સ્ટોર, વેક્સિન સેન્ટર તેમજ વરસાદી પાણીના નિકાલ માટેની પાઈપલાઈનો તથા પેવીંગ બ્લોક અને મનપામાં ફરજ બજાવતા કર્મચારીઓને આર્થિક તબીબી સહાય સહિતની દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી. જે ના મંજુર કરી પેન્ડીંગ રાખવામાં આવેલ ૪ર દરખાતો મંજુર કરવામાં આવી છે.

(4:01 PM IST)










