તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 30th January 2025
લાભાર્થીના બદલે ભાડુઆત રહેતા હોય તેવા વધુ ૧૦ આવાસો સીલ
મહાનગર પાલીકાની ફિલ્ડ ટીમનો વધુ એક સપાટો

રાજકોટ તા. ૩૦: મૂળ લાભાર્થીના સ્થાને ભાડુઆત રહેતા હોવાનું માલુમ પડતા લોકમાન્ય તિળક ટાઉનશીપના ત્રણ, ઉધમસિંહ ટાઉનશીપના ત્રણ તથા લક્ષ્મણ ટાઉનશીપના ત્રણ એમ કુલ-૧૦ આવાસ રાજકોટ મહાનગરપાલિકાની ટીમ શીલ કરી દીધા છે.
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વિવિધ યોજના અંતર્ગત અલગ અલગ સ્થળો પર આવાસો બનાવવામાં આવેલ છે. જે પૈકી લોકમાન્ય તિળક ટાઉનશીપ-જુના મોરબી રોડ પાસે, ઉધમસિંહ ટાઉનશીપ-કુવાડવા રોડ તથા શ્રી લક્ષ્મણ ટાઉનશીપ-સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસે આવેલ આવાસ યોજનામાં ફિલ્ડટીમ દ્વારા ચેકીંગ હાથ ધરવામાં આવેલ.
જે અન્વયે મૂળ લાભાર્થીના સ્થાને ભાડુઆત રહેતા હોવાનું માલુમ પડતા આ આવાસો સીલ કરી દેવા કાર્યવાહી હાથ ધરાઇ હતી.
(3:15 PM IST)










