તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 30th January 2025
બેડી પાસે રૂા. ૫૪ હજારના દારૂના ૫૭૫ ‘ચપલા' ભરેલી કાર પકડાઇ
કુવાડવા ડી. સ્ટાફના ભાવેશભાઇ મકવાણા, કુશલભાઇ જોષીની બાતમીઃ પીઆઇ રજયા, પીએસઆઇ વરૂ અને ટીમની કાર્યવાહીઃ કારના ચાલક, માલિકની તપાસ

રાજકોટ તા. ૩૦: રાજકોટ મોરબી હાઇવે બેડી ગામમાં વિશાલ પાન સામેની કુવાડવા રોડ પોલીસે રૂા. ૫૪૫૦૦ના વિદેશી દારૂના ચપલાનો જથ્થો ભરેલી ઇકો કાર પકડી લઇ ચાલક, માલિકની શોધખોળ હાથ ધરી છે.
કુવાડવા પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે ડી. સ્ટાફના ભાવેશભાઇ મકવાણા, કુશલભાઇ જોષીને મળેલી બાતમી પરથી બેડી ગામ વિશાલ પાન પાસે વોચ રાખતાં જીજે૦૩એનકે-૩૧૬૩ નંબરની ઇકો કાર મુકી અજાણ્યો શખ્સ ભાગી ગયો હતો. કારમાં તપાસ કરતાં રૂા. ૫૪૫૦૦ના ૧૮૦ એમએલના ૫૭૫ નંગ ચપલા મળી આવતાં તે તથા ૨.૫૦ લાખની કાર કબ્જે કરી હતી. ગાડીના ચાલક અને માલિક અંગે તપાસ શરૂ કરવામાં આવી છે.
ડીસીપી સજ્જનસિંહ પરમાર, એસીપી આર. એસ. બારીયાની સુચના અંતર્ગત પીઆઇ બી. પી. રજયા, પીએસઆઇ એમ. જે. વરૂ, એએસઆઇ કે. વી. જાડેજા, પી.આર. મકવાણા, હેડકોન્સ. વિક્રમભાઇ ગરચર, કોન્સ. ભાવેશભાઇ મકવાણા, કુશલભાઇ જોષી, જયદિપભાઇ ધોળકીયા, ભાવેશભાઇ મકવાણા, જયપાલભાઇ બરાલીયા, સંજયભાઇ જાદવ, વિશાલભાઇ બસીયા, યશપાલસિંહ જાડેજાએ આ કામગીરી કરી હતી.
(3:14 PM IST)










