<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 30th January 2025

ત્રિભુવનભાઇ કકકડ કચ્‍છ ખાવડાવાળાની દ્વિતિય પુણ્‍યતિથિએ રવિવારે બ્‍લડ ડોનેશન કેમ્‍પ

આર્યા એજયુકેશન ટ્રસ્‍ટ દ્વારા થેલેસેમીયાગ્રસ્‍ત બાળકો માટે આયોજન

રાજકોટઃ આર્યા એજયુકેશન એન્‍ડ ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા ત્રિભુવનભાઇ ભીમજીભાઇ કકકડ (કચ્‍છ ખવડાવાળા) ની  દ્વિતીય વાર્ષિક પુણ્‍યતિથિ નિમિતે તા. ૨ ફેબ્રુઆરી રવિવારે સવારે ૮.૩૦ થી ૧.૩૦ દરમ્‍યાન મોદી પ્રિ સ્‍કૂલ, તિરૂપતિ નગર, શેરી નં-૫, જૈન દેરાસરની બાજુમાં ,સૌરાષ્‍ટ્ર કલા કેન્‍દ્ર મેઇન રોડ ખાતે જરૂરીયાતમંદ દર્દીઓને વિના મૂલ્‍યે લોહી મળી રહે તેવા શુભ આશયથી બ્‍લડ ડોનેશન કેમ્‍પનું આયોજન કરવામાં આવ્‍યું છે.

લાઇફ બ્‍લડ બેંકના સહયોગથી આયોજીત આ રકતદાન કેમ્‍પમાં ૫૦ રકતની બોટલ એકત્ર થવાનો અંદાજ છે.

રકતદાન કેમ્‍પને સફળ બનાવ માટે રાજેન્‍દ્રકુમાર, મહેશભાઇ શૂકલ, ડો. દેવભાઇ વિઠલાણી તેમજ કચ્‍છ ખાવડાવાળા પરિવાર   સહીતની ટીમ જેહમત ઉઠાવી રહી છે. તેમ આર્યા ટ્રસ્‍ટના પ્રમુખ ડો. ભાવનાબેન કકકડે જણાવ્‍યું છે.રકતદાનમાં જોડાવા માટે મો. ૮૨૦૦૦૪૨૩૩૧  સંપર્ક કરવા જણાવાયું છે. (તસ્‍વીરઃ અશોક બગથરીયા)

(10:36 AM IST)