News of Wednesday, 29th January 2025
શ્યામ મંદિરે રવિવારે પાટોત્સવ ઉજવાશે
શ્યામ જૈસા દેવતા હૈ નહિ સંસાર મેં કયા નહિ મિલ સકતા બંદે શ્યામ કે દરબાર મેં નિશાન યાત્રામાં ધ્વજા સાથે ભાવિકો જોડાશેઃ ભજન, છપ્પન ભોગ

રાજકોટઃ શહેરના કુવાડવા રોડ ઉપર આઇ.ઓ.સી ગેસ પ્લાન્ટ ની સામે આવેલ સાત વર્ષ પુરાણા શ્યામ મંદિરે આગામી તા. ૨ ફેબ્રુઆરીના રવિવારના રોજ સાતમો પાટોત્સવ ઉજવવમાં આવશે. આ અવસરે નિશાન યાત્રા, ભજન, છપ્પન ભોગ સહિતના કાર્યક્રમો યોજાયા છે.
શ્રી શ્યામ સેવા સમીતી દ્વારા ૨ ફેબ્રુઆરી રવિવાર વંસંત પંચમી ના દિવસે સાંજે ૬ વાગ્યે થી ભજનનો કાર્યક્રમ શરૂ થશે જેમાં છપ્પન ભોગ , અલૌકિક શુંગાર દર્શન સાથે પુષ્પ વર્ષાના દર્શન થી ભકતોને આંનદીત કરવામાં આવશે. ગાયક કલાકાર પ્રવેશ શર્મા (બિકાનેર) અને રાજેશશર્મા (સૂરજ ગઢ) ભજનનો આનંદ કરાવશે.
આ સાથે સવારે ૭ વાગ્યાથી નિશાન પાછા નિકળશે. જે શીવમંદિર ડિમાર્ટ ની સામે ગ્રીનલેન્ડ ચોકડી થી પ્રસ્થાન થશે. અને ૯:૩૦ વાગે શ્યામ મંદિર આઇઓસી ગેસ પ્લાન્ટ ની સામે કુવાડવા રોડ ખાતે સમાપ્ત થશે.
આ કાર્યક્રમ ને સફળ બનાવવા શ્રી શ્યામ સેવા સમીતીના અધ્યક્ષ પ્રેમચંદ અગ્રવાલ મો.૯૮૨૫૦૭૫૦૫૫, મંત્રી સુનીલમીતલ રણધીર ચોધરી, બિમલ ગુપ્તા, સુરેન્દર રાઠોડ, જયપ્રકાશ મુન્દા વિ. જહેમત ઉઠાવી રહ્યા છે.(તસ્વીર અશોક બગથરીયા)
(4:05 PM IST)










