News of Wednesday, 29th January 2025
મનપા કરે છે બુધ્ધીનું પ્રદર્શનઃ વર્ગ-૪ કર્મીઓ માટે ૧૦ લાખના ખર્ચે ગરમ ગણવેશ ખરીદવા દરખાસ્તકેલેન્ડર અને ડેસ્ક ડાયરીમાં મોડુ થયા બાદ સતાધીશોનું વધુ એક પરાક્રમ
શિયાળો પુરો થવામાં છે ત્યારે ૪ હજાર મીટર કાપડ ખરીદી કરવા પેરવીઃ કાલે સ્ટેન્ડીંગના નિર્ણય પર મીટ

રાજકોટ તા.૨૯: મનપા હાલ વિવાદીત નિર્ણય લેવામાં અગ્રેસર હોવાનું જણાય રહયું છે. આવક કરતા ખર્ચ વધારવા મથામણ ચાલતી હોય તેવું દ્રશ્ય ઉપસવા લાગ્યું છે. તાજેતરમાં ૨૫ દિવસ મોડુ કેલેન્ડર તથા ડેસ્ક ડાયરીના ઠેકાણા નથી તે જ સમયે તંત્ર દ્વારા વર્ગ-૪ના કર્મચારીઓ માટે ગરમ ગણવેશની દરખાસ્ત શિયાળો વિત્યા બાદ કાલની સ્ટેન્ડીંગમાં મુકવામાં આવી છે.
છેલ્લા અઠવાડીયાથી શિયાળો ઠંડી ગુમાવી ચુકયો છે અને ઉનાળાના પડઘમ વાગવા લાગ્યા છે ત્યારે મનપા સતાધીશો દ્વારા દર વર્ષની માફક વર્ગ-૪ના ૧૮૦૦ કર્મચારીઓ માટે ૪ હજાર મીટર ગરમ કાપડ ૧૦ લાખના ખર્ચે પુરૂ પાડવા દરખાસ્ત કરવામાં આવતા તંત્ર દ્વારા બુધ્ધીનું દેવાળુ ફુંકવાની ઘટના આકાર પામી રહી છે. જે અંગે કાલે સ્ટેન્ડીંગમાં શું નિર્ણય લેવાશે તે ઉપર મીટ મંડાઇ છે.
(3:55 PM IST)










