તા. ૩૦ ઓગષ્ટ ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ શ્રાવણ વદ-૧૨, શુક્રવાર
News of Saturday, 25th January 2025
મનપામાં વિઝીટર ડેસ્કમાં ૧૧ દિ'માં ૬પ નાગરિકોએ લાભ લીધોઃ અધિકારીઓ દોડયા
૧પ ફરિયાદનો તત્કાલ નિકાલઃ ૮ અરજીઓની સ્પષ્ટતાઃ ૧૮ લોકોને મહિનામાં પ્રશ્ન ઉકેલવાની બાકી

રાજકોટ તા.૨૫: નવા મ્યુનિસિપલ કમિશનર દ્વારા લોકોનીે ફરિયાદોના ઝડપી નિકાલ થાય તે માટે વિઝીટર ડેસ્ક શરૂ કરવામાં આવ્યું છે. દર સોમવાર અને ગુરુવારે નાગરિકો આધાર કાર્ડ, મોબાઈલ નંબરના આધારે ફરિયાદ નોંધાવી શકે છે. આ અભિગમ ના ઝડપી અને અસરકારક પડઘા પડ્યા છે. અરજદારોની વિગત નોંધાય એ સાથે સીધો મેસેજ અને વોર્ડમાં થી અધિકારીઓ ના ફોન આવવા લાગ્યા છે. તો ૧૧ દિવસમાં ૬૫ નાગરિકે આ સેવાનો લાભ લીધો છે.
આ વ્યવસ્થામાં વ્હાઇટ ચેનલમાં ૧૫ લોકોની મુલાકાત તત્કાલ નિકાલ થઈ છે. યલો ચેનલમાં ૧૮ ફરિયાદો મહિનામાં ઉકેલાઈ જવાની ખાત્રી મળી છે. તો ૧૫ રજુઆતો નીતિ વિષયક હોય રેડ ચેનલમાં મૂકી હવે નિર્ણય લેવા ખાત્રી અપાઈ છે. ૮ અરજીઓમાં કામ નિયમ મુજબ થઈ શકે તેવું ન હોય અરજદારને સ્પષ્ટ જવાબ આપી દેવાયા છે. આમ ફરિયાદ, રજુઆત ના નિકાલ ફટાફટ થઈ રહ્યા છે. આમ હાલ આ સેવાના પ્રારંભિક સારા પરિણામો મળ્યા છે
(3:37 PM IST)










