તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 25th January 2025
શ્રી બાલાજી હનુમાનજી મહારાજને કાળી દ્રાક્ષનો અલૌકિક શણગાર
રાત્રે અશ્વિનકુમાર પાઠકના વકતાપદે સમુહ સુંદરકાંડ પાઠ

(દર્શન મકવાણા દ્વારા) રાજકોટ, તા. રપઃ શ્રી બાલાજી હનુમાનજી મંદિર ખાતે આજે શનિવારના પવિત્ર દિવસે મહાપ્રતાપી શ્રી બાલાજી હનુમાનજી મહારાજને કાળી દ્રાક્ષનો દિવ્ય અલૌકિક અને અદભુત શણગાર કરાયો છે.જેના દર્શન કરી ભકતોએ ધન્યતાની અનુભૂતિ કરી છે. આજે મારૂતિ યજ્ઞ પણ યોજાયો હતો, આજે હજારો ભક્તો બાલાજી દાદાના દર્શને પધારશે ,દાદાની રાજોપચાર પધ્ધતિથી થતી સંધ્યા આરતીનો લાભ લેશે આપ પણ પરિવાર સાથે દાદાના દિવ્ય અલૌકિક દર્શન કરી રાજોપચાર પદ્ધતિથી થતી સંઘ્યા આરતીનો અલભ્ય લાભ લો તેમ શ્રી બાલાજી હનુમાનજી મંદિરની યાદીમાં જણાવાયું છે.તેમજ આજે રાત્રે શ્રી અશ્વિનકુમાર પાઠકના વક્તાપદે સમૂહ સુંદર કાંડના પાઠનું આયોજન કરવામાં આવ્યું છે.જેનો પણ અલભ્ય લાભ લેવા પધારવા અનુરોધ કરાયો છે.
(3:31 PM IST)










