News of Saturday, 25th January 2025
કેતનભાઈ સંઘવીને અન્નપૂર્ણા સેવા એવોર્ડ એનાયત
ભાજપા સંયોગી સંગઠન ગુજરાત પ્રદેશ અધ્યક્ષ

રાજકોટ તા.૨૫: ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયમાં નોંધાયેલા અહિંસા ક્રાંતિ અખબાર દ્વારા તા.૧૯ના રોજ પ્રાકળતિક ચિકિત્સાલય જોધપુર ખાતે કેતનભાઇ સંઘવી ને માં અન્નપૂર્ણા સેવા દ્વારા રાષ્ટ્રકક્ષાનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. કેતનભાઇ સંઘવી (મો.૭૭૭૮૯ ૫૨૪૪૮) ભાજપા સંયોગી સંગઠનના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ અને જીવરક્ષા ફાઉન્ડેશનના મેનેજિંગ ટ્રસ્ટી તરીકે કાર્યરત છે.
તેઓ ગૌવંશને ક્તલખાને જતા બચાવવા સહિતનું કાર્ય કરે છે. અગાઉ પણ ભારત સરકાર દ્વારા રાષ્ટ્રકક્ષાના પણ પુરસ્કાર એનાયત કરેલ છે. તાજેતરમાં શાહપુર ખાતે પણ એલર્ટ ગ્રુપ ઓફ ઇન્ડિયા માં શ્રી અજીત શેખર સુરીમાં મારાજ સાહેબની નિશ્રામાં ત્રણ દિવસની શિબિરમાં ૪૦૦૦૦ યુવાનો માંથી કેતનભાઇ સંઘવીને જીન શાસન રત્ન એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમના મુખ્ય કન્વીનર, શ્રોતા કમલજી બેદે મુખ્ય અતિથિ પ્રખ્યાત એન્કર અરુણસિંહ ચૌહાણ શ્રદ્ધા નાહર, મુકેશ નહર, અભિષેક જૈન, સુરેન્દ્ર મુનોટ, ઓમપ્રકાશ ચોપરા, મહેન્દ્ર રાજ લુનાવાટ, રાજેશસિંધવી, રાહુલ ધરીવાલ, ઓમ જૈન ઉપસ્થિત હતા.
(3:12 PM IST)










