<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 25th January 2025

રાજકોટમાં ૧પમાં રાષ્‍ટ્રીય મતદાર દિવસની ઉજવણીઃ BLO તથા યુવા મતદારોનું સન્‍માનઃ ચુંટણી સ્‍ટાફને બિરદાવતા કલેકટર

દિવ્‍યાંગ મતદારોનું આઇકોન બહુમાનઃ વિજેતા સ્‍કુલ-કોલેજ તથા વ્‍યકિતગત સ્‍પધકોને ૬ રોકડ પુરસ્‍કાર : કલેકટર કચેરી ખાતે આયોજનઃ કંમ્‍પલ એમ્‍બેસેડરને નવાજાયાઃ મુખ્‍ય ચુંટણી કમિશ્નર રાજીવકુમારનો વિડીયો સંદેશ પ્રસ્‍તુત

રાજકોટ  તા.૨૫: સમગ્ર દેશમાં ૨૫મી જાન્‍યુઆરી ‘‘રાષ્‍ટ્રીય મતદાતા દિવસ'' તરીકે ઉજવવામાં આવે છે, ત્‍યારે રાજકોટમાં જિલ્લા ચૂંટણી અધિકારી તથા જિલ્લા કલેક્‍ટર શ્રી પ્રભવ જોશીની અધ્‍યક્ષતામાં ૧૫મા ર્ંરાષ્‍ટ્રીય મતદાતા દિવર્સંની ઉજવણી નિમિત્તે વિશિષ્ટ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ગત ચૂંટણીમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર બી.એલ.ઓ., કેમ્‍પસ એમ્‍બેસેડર, યુવા મતદારો વગેરેનું સન્‍માન કરવામાં આવ્‍યું હતું. આ સાથે યુવા મતદાર મહોત્‍સવ-૨૦૨૪ સ્‍પર્ધામાં જિલ્લા કક્ષાએ વિજેતા પ્રથમ ત્રણ શ્રેષ્ઠ કળતિઓને પુરસ્‍કાર આપીને સન્‍માનિત કરવામાં આવી હતી.

કલેક્‍ટર કચેરી ખાતે આ અવસરે જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી પ્રભવ જોશીએ ઉપસ્‍થિતોને સંબોધતા કહ્યું હતું કે, નવા મતદારોમાં મતદાન અંગે જાગળતિ આવે અને તેનું મહત્ત્વ સમજે તેવા ઉદ્દેશ્‍યથી આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. લોકસભાની ચૂંટણીમાં મતદાર નોંધણીથી લઈને મતદાન સુધીનું ભગીરથ કાર્ય આપ સૌના સહકારથી સંપન્ન થયું છે. ગત ચૂંટણીમાં રાજકોટ મહાનગરમાં સૌરાષ્‍ટ્રમાં સૌથી વધુ વોટિંગ થયું છે. ચૂંટણીમાં આવી સારી કામગીરી બદલ તેમણે સૌ સ્‍ટાફને બિરદાવ્‍યા હતા. સ્‍વાગત પ્રવચન કરતા અધિક જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી એન.કે. મુછારે કહ્યું હતું કે, ભારતીય ચૂંટણી પંચે ચૂંટણી પ્રક્રિયામાં ઘણા સીમાચિホો સ્‍થાપિત કર્યા છે. આપણા દેશની લોકસભાની ચૂંટણીની મતગણતરી પણ રેકોર્ડ બ્રેક સમયમાં પૂર્ણ કરી દેવાઈ હતી. વિશ્વના ૧૦ જેટલા દેશો ચૂંટણી યોજવા ભારતીય ચૂંટણીપંચનું માર્ગદર્શન અને મદદ લઈ રહ્યા છે. આ તકે દેશના મુખ્‍ય ચૂંટણી કમિશનર શ્રી રાજીવ કુમારનો વીડિયો સંદેશ પણ પ્રસ્‍તુત કરવામાં આવ્‍યો હતો. આ અવસરે દિવ્‍યાંગ મતદાર આઈકોન શ્રી શૈલેષ પંડ્‍યાનું કલેક્‍ટરશ્રી તથા અધિક ચૂંટણી અધિકારીશ્રીએ વિશિષ્ટ સન્‍માન કર્યું હતું. ત્‍યાર બાદ નવા મતદારો તરીકે જોડાયેલા મેહુલ ગોંઢા, દિશાબેન લોટીયા, તુષાર ગોંડલીયા, ધ્રુમિલ વાજા અને અરમાન કંડીયાનું સન્‍માન કરવામાં આવ્‍યું હતું. એ પછી યુવા મતદાર મહોત્‍સવ ૨૦૨૪માં ગ્રૂપ વીડિયો સંદેશમાં પ્રથમ ક્રમે વિજેતા મોંઘીબા ગર્લ્‍સ હાઈસ્‍કૂલ - વીરપુર, વ્‍યક્‍તિગત વીડિયો સંદેશમાં દ્વિતીય ક્રમે લીલી રાઠોડ, તળતીય નિધિ સાકરીયાનું રોકડ પુરસ્‍કાર તથા સન્‍માનપત્રથી બહુમાન કરાયું હતું. જ્‍યારે પોસ્‍ટર ડિઝાઈનમાં ગ્રૂપમાં પ્રથમ તેમજ દ્વિતીય ક્રમે રહેલી ઉજીબેન ધડૂક મહિલા કોલેજ - ગોંડલ, જ્‍યારે તળતીય ક્રમે રહેલી અવની ડોબરિયાને સન્‍માનિત કરાયા હતા. ઉપરાંત ઈ-પોસ્‍ટર મેકિંગના વિજેતા રશ્‍મિ રાઠોડ તથા હેતલ વાછાણીને પણ રોકડ પુરસ્‍કાર તથા સન્‍માનપત્રથી સન્‍માનિત કરાયા હતા.

  મતદાર નોંધણી પ્રક્રિયામાં ઉત્તમ કામગીરી કરનારા બી.એલ.ઓ. સુપર વાઈઝરમાં ડો. પ્રકાશ પીઠીયા, નિકુંજ રાઠોડ, રાકેશ રાજ્‍યગુરુ, હંસપરા નરોત્તમ આર., રસીક વસાણી, એસ.જી. પટેલ, કીરીટ કાપડીયા, વિરલ વાછાણી વગેરેનું બહુમાન કરવામાં આવ્‍યું હતું. ઉપરાંત ગત લોકસભા ૨૦૨૪ની ચૂંટણીમાં વિધાનસભા ૬૮થી લઈ વિધાનસભા ૭૫ વિસ્‍તારમાં બુથ કક્ષાએ મતદારોની ઓળખ અને જરૂરી ફોર્મના વિતરણ તેમજ તે અંતર્ગત કરેલી શ્રેષ્ઠ કામગીરી બદલ ૨૪ બુથ લેવલ ઓફિસરને સન્‍માનિત કરવામાં આવ્‍યા હતા.

કોલેજમાં તેમજ યુવાનોમાં મતદાન જાગળતિ અંગે કામગીરી કરનારા શ્રેષ્ઠ કેમ્‍પસ એમ્‍બેસેડર તરીકે રાજકોટ જિલ્લાના ત્રિનય વોરા, ઋતુરાજ નાંગલ, કોમલ જાદવ, વિરલ શીંગાડીયા, ગોપાલ રોજાસરા અને ફોરમ રામોલિયાનું સન્‍માન કરવામાં આવ્‍યું હતું.  આ સન્‍માનમાં રાજકોટની વિવિધ વિધાનસભા મતક્ષેત્રના મદદનીશ મતદાર નોંધણી અધિકારી તથા પ્રાંત અધિકારીઓ આસિ. કલેક્‍ટર શ્રી મહેક જૈન, પ્રાંત અધિકારી ચાંદની પરમાર, વિમલ ચક્રવર્તી, જિલ્લા પૂરવઠા અધિકારી શ્રી રાજશ્રી વંગવાણી જોડાયા હતા. બાદમાં સૌએ મતદાન જાગળતિ અને અચૂક મતદાનના શપથ લીધા હતા. આ અવસરે જેતપુરની માતુશ્રી મોંઘી બા ગર્લ્‍સ હાઈસ્‍કૂલ-વીરપુરની શાળાની વિદ્યાર્થિનીઓએ સ્‍વીપ (મતદાન જાગળતિ) અંગે રચેલું વિશેષ ગીત સંગીતના તાલે રજૂ કર્યું હતું.

આ કાર્યક્રમમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી દિક્ષીત પટેલ, જિલ્લા રમત વિકાસ અધિકારી શ્રી રમા મદ્રા તેમજ અન્‍ય અધિકારીઓ, કર્મચારીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

(3:06 PM IST)