તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 25th January 2025
ગણતંત્ર દિવસ સાથે દેશની અનેક મહત્વપૂર્ણ યાદો જોડાયેલી છે
૭૬ માં પ્રજાસત્તાકપર્વની શુભેચ્છા પાઠવતા મેયર સાહેબના પદધિકારીઓ

રાજકોટઃ પ્રજાસત્તાક દિન અથવા ગણતંત્ર દિવસ ૨૬ જાન્યુઆરી ભારતનો રાષ્ટ્રીય તહેવાર છે. આ દિવસે ઇેસે ૧૯૫૦ માં ભારતનું બંધારણ અમલમાં આવ્યું હતું અને ભારત બ્રિટિશ વાલીપણા હેઠળના દેશમાંથી સંપૂર્ણ પ્રજાસત્તાક (ગણતંત્ર) દેશ બન્યો હતો. આ દિવસે. ભારત દેશનું બંધારણ અમલમાં આવ્યું હતું અને ભારત ખરા અર્થમાં સ્વતંત્ર રાષ્ટ્ર બન્યું હતું ગણતંત્ર દિવસ સાથે દેશની અનેક મહત્વપૂર્ણ યાદો જોડાયેલી છે. મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, શાસકપક્ષ નેતા લીલુબેન જાદવ અને શાસકપક્ષ દંડક મનીષભાઇ રાડિયાએ આ ૭૬ માં પ્રજાસત્તાક પર્વ નિમિતે આપણે બધા દેશ પ્રત્યે પોતાના સંકલ્પને દોહરાવતા બંધારણના મૂલ્યોની રક્ષા માટે સંકલપબધ્ધ બનવા આહવાન કરેલ છે તેમજ શહેરીજનોને ૭૬ માં પ્રજાસત્તાક પર્વની ખુબ ખુબ શુભેચ્છા અને હાર્દિક શુભકામનાઓ પાઠવી છે.
(2:53 PM IST)










