તા. ૪ ડિસેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૧૫ ગુરૂવાર
News of Saturday, 25th January 2025
રામજીભાઇ વાઘેલાની સ્મૃતિમાં સોમવારે ૧૧ વ્હાલુડી દીકરીના પ્રથમ સમુહ લગ્નોત્સવ
કરીયાવરમાં દીકરીઓને ૧પ૧ વસ્તુઓ અપાશેઃ શાષાી મેદાન ખાતે આયોજન

રાજકોટઃ સ્વ. રામજીભાઇ ડોસાભાઇ વાઘેલાની સ્મૃતિમાં સમસ્ત વાલ્મિકી વિકાસ સમિતિ દ્વારા તા. ર૭ ના સોમવારે વ્હાલુડી દીકરીના પ્રથમ સમુહ લગ્નનું આયોજન કરવામાં આવેલ છે.
શાષાી મેદાન ખાતે ર૭ મીના આયોજીત વાલ્મીકી સમાજની દીકરીઓના સમુહ લગ્નમાં કરીયાવરમાં ૧પ૧ થી વધુ વસ્તુઓ આપવામાં આવશે.
આ પ્રસંગે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી ગોંડલ નાગરિક બેંકના વાઇસ ચેરમેન જયોતિરાદીત્યસિંહ જાડેજા, શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઇ દોશી, ધારાસભ્ય ડો. દર્શીતાબેન શાહ, મેયર નયનાબેન પેઢડિયા, કોર્પોરેટર નેહલ શુકલ સહિતના મહેમાનોને આમંત્રીત કરવામાં આવ્યા છે. આયોજનને સફળ બનાવવા સમસ્ત વાલ્મિકી વિકાસ સમિતિના પ્રમુખ ધર્મેશ વાઘેલા, ઉપપ્રમુખ ચિરાગ વાઘેલા વિ. જહેમત ઉઠાવી રહયા છે. વધુ માહિતી માટે મો. ૯પ૧ર૩૦૩૩૦ર ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.
(2:51 PM IST)










