તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 25th January 2025
મહાત્માગાંધી મ્યુઝીયમમાં કાલે બાળકો માટે વિનામૂલ્યે પ્રવેશ

રાજકોટ તા. ૨૫: મોહનદાસ ગાંધી વિદ્યાલય (આલ્ફે્ડ હાઇસ્કુલ)માં પૂજય મહાત્મા ગાંધીજીના જીવનના આદર્શો જીવનચરિત્રો દર્શાવતું મ્યુઝિયમ બનાવવામાં આવ્યું છે જેનું લોકાપર્ણ તા. ૩૦ સપ્ટેમ્બર ૨૦૧૮ ના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના હસ્તે કરવામાં આવ્યું હતું.
નાના બાળકો ગાંધીજીના જીવનમાંથી પ્રેરણા મેળવે તેવા ઉમદા હેતુથી મહાત્મા ગાંધી મ્યુઝિયમની મુલાકાત માટે ૧૨ વર્ષ કે તેનાથી નાની વયના બાળકો માટે નિઃશુલ્ક પ્રવેશ માટે વર્ષ ૨૦૨૩-૨૪ ના બજેટમાં નિર્ણય કરવામાં આવેલ.
જેના અનુસંધાને આવતીકાલે તા. ૨૬ ના રવિારે પ્રજાસત્તાક પર્વના દિવસે ૧૨ વર્ષ કે તેનાથી નાની વયના બાળકો માટે નિઃશુલ્ક પ્રવેશ આપવામાં આવશે તેમ રાજકોટ મહાનગરપાલિકા મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ અને શાસક પક્ષ દંડક મનીષભાઇ રાડીયાએ જણાવ્યું હતું.
(2:21 PM IST)










