તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 25th January 2025
કંપનીઓના ત્રીજા ક્વાર્ટરના ત્રિમાસિક પરિણામો નબળા : ચોથા ક્વાર્ટરના પરિણામો પણ નિરાશાજનક રહેવાની શકયતા
શેરબજારના ઘટાડાનું કારણ કંપનીઓના નબળા અને નિરાશાજનક પરિણામો

રાજકોટ તા.૨૫: દિગ્ગજ કંપનીઓના પરિણામો જાહેર થઈ ચૂકયા છે. બાકી ઘણી બધી કંપનીઓના પરિણામો પણ રોજબરોજ જાહેર થઈ રહ્યા છે.૨૦૨૪-૨૫ના ત્રીજા ક્વાર્ટર ના પરિણામોમાં ખાસ કોઈ વળદ્ધિ જોવા મળી નથી. કંપનીઓના પરિણામો નિરાશાજનક અને નબળા રહ્યા છે. અમુક કંપનીઓના રેવન્યુમાં વધારો થયો છે,તો નફો ઘટયો છે. જ્યારે અમુક કંપનીઓના પરિણામોમાં રેવન્યુ ઘટી છે અને તેની સાથે નફામાં પણ ઘણો ઘટાડો નોંધાયો છે.
એચ.ડી.એફ.સી લાઈફ અને એસ.બી.આઇ લાઈફ જે વીમાના વ્યવસાયમા જોડાયેલી દેશની ટોપ હરોળ કંપનીઓ છે.જેની રેવન્યુ મા ગયા ક્વાર્ટર અને વર્ષની સરખામણીએ તોતિંગ ઘટાડો નોંધાયો છે.
બેન્કિંગ ક્ષેત્રની પ્રતિષ્ઠિત બેંક કોટક મહિન્દ્રા બેંક એ ત્રીજા ક્વાર્ટર પરિણામ જાહેર કર્યું. જેમા તેને નફામા ઘસારો નોંધ્યો હતો.જ્યારે એચ.ડી.એફ.સી બેંક અને એકિસસ બેંક ના પરિણામો માં સ્થિરતા જોવા મળી.
આઇ.ટી ક્ષેત્રમા ચાલતી મંદીના પગલે ટી.સી.એસ, ઈન્ફોસિસ,એચ.સી.એલ અને વિપ્રો જેવી કંપનીઓના ત્રીજા ક્વાર્ટર ના પરિણામોમાં રેવન્યુ અને નફામા કોઈ ખાસ ઊછાળો દેખાયો નહીં. જ્યારે બીજી બાજુ ટેક મહિન્દ્રાના નફામાં ગયાં ક્વાર્ટર કરતા ૨૫%નો ઘટાડો થયો.
કંપનીઓના નબળા પરિણામોની અસર આવકવેરા પર પણ પડશે.શેરબજારને પણ અસર કરશે.શેર બજારમાં થયેલો તાજેતરનો ઘટાડોના એક કારણ કંપનીઓના નબળા પરિણામો પણ કહી શકાય.
કંપનીઓના નબળા પરિણામોના મુખ્ય કારણની વાત કરીએ તો ખરીદશક્તિમાં ઘટાડો, રૂપિયાનો અવમૂલ્યન અને મોંઘવારી કહી શકાય. જેને લઇને લોકોની ખરીદી-ખર્ચાઓ ઘટયા છે.જે સરવાળે કંપનીઓના રેવન્યુ અને નફા શક્તિ પર અસર કરે છે.છેલ્લા બે-ત્રણ ક્વાર્ટર થી પરિણામો સારા આવી રહ્યા નથી અને આવનારો એક ક્વાર્ટર હજુ ખરાબ જાય તેવી શકયતા છે.૨૦૨૫-૨૬ ના પ્રથમ ક્વાર્ટર થી સુધારો જોવા મળે તેવી શકયતા નિષ્ણાતો જોઈ રહ્યા છે.
શેરબજારના નિષ્ણાંત પરેશભાઈ વાઘાણીના જણાવ્યાનુસાર આગામી આર.બી.આઈની પોલીસીમા જો વ્યાજદરોમા ઘટાડો થશે તો સરવાળો લોકોને હોમ લોન, વ્હીકલ લોન અને બિઝનેસ લોનના હપ્તા ઓ ઘટશે અને ખરીદશક્તિ માં વધારો થશે. સરવાળે મોંઘવારીમાં પણ ઘટાડો જોવા મળશે. પેટ્રોલ-ડીઝલના ભાવોની અસર પણ કંપનીઓના પરિણામો પર પડશે. આગામી સમયમાં રજુ થનારા બજેટ પર લોકોની નજર છે.દિગજ કંપનીઓના પરિણામો પર પણ બજેટની મોટી અસર જોવા મળતી હોય છે.
(2:16 PM IST)










