તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 25th January 2025
કાલે પ્રજાસત્તાક પર્વ : રાજકોટ રાષ્ટ્રભક્તિના રંગે રંગાશે
શાળા કોલેજો અને સંસ્થાઓ દ્વારા ઠેરઠેર ધ્વજ વંદન, પરેડ અને દેશભક્તિ કાર્યક્રમો : રાષ્ટ્રીય પર્વ ઉજવવા અનેરો થનગનાટ : ‘‘હર કરમ અપના કરેંગે ઐ વતન તેરે લિએ... દિલ દિયા હૈ જાન ભી દેંગે ઐ વતન તેરે લિએ...'

રાજકોટ તા. ૨૫ : કાલે પ્રજાસત્તાક પર્વની દેશભરમાં ગૌરવભેર ઉજવણી કરાશે. આન, બાન અને શાનભેર તિરંગાને સલામી અપાશે. રાજકોટમાં પણ વિવિધ શાળા કોલેજો અને સંસ્થાઓમાં ધ્વજ વંદન સાથે દેશભક્તિસભર સાંસ્કૃતિક કાર્યક્રમોના આયોજનો થયા છે. પોલીસ, હોમગાર્ડ જવાનો દ્વારા પરેડ થશે. રાષ્ટ્રીય પર્વ નિમિતે આયોજીત વિવિધ કાર્યક્રમોની સંકલિત યાદીઓ અહીં પ્રસ્તુત છે.
જીવનનગર વિકાસ સમિતિ
ભારત જન વિજ્ઞાન જાથાના સહયોગથી જીવનનગર વિકાસ સમિતિ, વોર્ડ નં. ૧૦ જાગૃત નાગરિક મંડળ, મહાદેવધામ સમિતિ અને મહિલા મંડળના ઉપક્રમે પ્રજાસત્તાક પર્વ નિમિતે અનેક કાર્યક્રમોનું આયોજન કરાયુ છે. કાલે ૨૬ જાન્યુઆરીના સવારે ૮ કલાકે મહાદેવધામ, ૪-જીવનનગરમાં રાષ્ટ્રીય એકતા રેલીને પ્રસ્થાન અપાશે. જેમાં બાળકો દેશપ્રેમના સુત્રોચ્ચાર અને સંતોની વેશભૂષા પરિધાન કરીને જોડાશે. સમિતિ દ્વારા જનજાગૃતિ અર્થે મશાલ સરઘસ પણ યોજવામાં આવશે. અનિલજ્ઞાન મંદિર અને સ્વસ્તિક વિદ્યાલયના છાત્ર-છાત્રાઓ સાંસ્કૃતિક કાર્યક્રમો રજુ કરશે.
મિરામ્બિકા ઇન્સ્ટીટયુટ
મિરામ્બિકા એજયુકેશન ઇન્સ્ટીટયુટ ખાતે પ્રજાસત્તાક પર્વ નિમિતે કાલે સવારે ૮ કલાકે સંસ્થાના ટ્રસ્ટી હર્ષાબા જાડેજાના હસ્તે ધ્વજવંદન રાખેલ છે. વિદ્યાર્થીઓ તથા વાલીગણ ઉજવણીમાં જોડાશે.
ગ્રીનવુડ સ્કુલ
ગ્રીનવુડ ઇન્ટરનેશનલ સ્કુલ ખાતે પ્રજાસત્તાક પર્વે નિમિતે કાલે સવારે ૯.૩૦ વાગ્યે સંસ્થાના ડાયરેકટર ડો. મયુરધ્વજસિંહ જાડેજાના હસ્તે ધ્વજવંદન રાખેલ છે. વિદ્યાર્થીઓ અને વાલીગણ સાથે જોડાશે.
રાધેશ્યામ ગૌશાળા
રાધેશ્યામ ગૌશાળા રૈયાધાર દ્વારા ૨૬ મી જાન્યુઆરીના પ્રજાસત્તાક પર્વ ઉજવાશે. ભૂતપૂર્વ કોર્પોરેટર બાબુભાઇ આહીરના હસ્તે ધ્વજવંદન કરાશે. પ્રવિણદાદા, શ્રી તેરૈયા, જીવરાજસિંહ ચુડાસમા, મેઘરાજસિંહ ઝાલા, રાજદીપસિંહ જાડેજા, વિજયસિંહ જાડેજા વગેરે ઉપસ્થિત રહેશે. તેમ રાધેશ્યામ ચેરીટેબલ ટ્રસ્ટની યાદીમાં જણાવાયુ છે.
સેવા સહકાર ટ્રસ્ટ દ્વારા કાલે સ્નેહમિલન અને પ્રજાસત્તાક પર્વની ઉજવણી
રાજકોટ તા. ૨૫ : સેવા સહકાર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા તૃતિય સ્નેહમિલન સાથે કાલે તા. ૨૬ ના પ્રસતાક પર્વની રામવીલા પાર્ટી પ્લોટ ખાતે ઉજવણી કરાશે. દેશભક્તિ અને સાંસ્કૃતિક કાર્યક્રમોમાં વડોદરાથી પીયુદાન ગઢવી, કિશન ગઢવી, મલ્હાર ગઢવી ભાગ લેશે. લોકસંગીતનું લાઇ પરર્ફોમન્સ થશે. સમગ્ર આયોજનને સફળ બનાવવા પાર્થરાજસિંહ ચૌહાણ, રવિભાઇ પાંચોટીયા, હાર્દીકભાઇ ગજેરા, હાર્દીકભાઇ ડોડીયા, જલાધીભાઇ ઝવેરી વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.
(3:27 PM IST)










