<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 25th January 2025

પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાને રાષ્‍ટ્રપતિ એવોર્ડ

૧૯૯૯ની બેચના આઇપીએસ શ્રીઝાને ઉત્‍કૃષ્‍ઠ સેવા બદલ ૨૦૧૫માં પણ રાષ્‍ટ્રપતિ મેડલથી સન્‍માનીત કરાયા હતાં

રાજકોટ તા. ૨૫: રાજકોટ તા.૨૫: દર વર્ષે પ્રજાસત્તાક પર્વ અંતર્ગત અલગ અલગ પોલીસ અધિકારીઓ, કર્મચારીઓને તેમની ઉત્‍કૃષ્‍ટ કામગીરી બદલ રાષ્‍ટ્રપતિ એવોર્ડથી નવાજવામાં આવે છે. આ અંતર્ગત રાજકોટ શહેરના પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાનું રાષ્‍ટ્રપતિ એવોર્ડ માટે નામ જાહેર થયું છે. બ્રજેશકુમાર ઝા ૧૯૯૯ની ગુજરાત કેડરમાં આઇપીએસ કેડર તરીકે જોડાયા હતાં. તેઓએ એમએસસી કેમેસ્‍ટ્રીનો અભ્‍યાસ કર્યો હતો. બનાસકાંઠાના એએસપી તરીકે સોૈપ્રથમ ફરજમાં જોડાયા બાદ એએસપી અમદાવાદ તરીકે પણ નિમણુંક મેળવી હતી. ત્‍યારબાદ સુપ્રિન્‍ટેન્‍ડન્‍ટ ઓફ પોલીસનું પ્રમોશન મળ્‍યા બાદ જીલ્લા પોલીસ વડા નર્મદા, જીલ્લા પોલીસ વડા પંચમહાલ, જીલ્લા પોલીસ વડા સુરત રૂરલ તથા ડીસીપી ઝોન-૨ અમદાવાદ, ડીસીપી ઝોન-૧ અમદાવાદ તેમજ સીએમ સિક્‍યુરીટીના એસપી તરીકે ફરજ બજાવી હતી.

ડીઆઇજી તરીકે બઢતી મેળવી તેમણે જુનાગઢ રેન્‍જ અને આર્મ્‍ડ યુનિટ ગાંધીનગર ખાતે પણ ફરજ બજાવી હતી. આઇજીપી પદે નિયુક્‍ત થયા બાદ આર્મ્‍ડ યુનિટ ગાંધીનગર, આઇજીપી પંચમહાલ, સેક્રેટરી ગૃહ વિભાગ-ગાંધીનગર, આઇજીપી (એડમીનસ્‍ટ્રેશન ગાંધીનગર) અને જોઇન્‍ટ પોલીસ કમિશનર સેક્‍ટર-૨ અમદાવાદ ખાતે ફરજ બજાવી હતી. એડીશનલ ડીજીપીનું પ્રમોશન મળ્‍યા બાદ તેઓને સ્‍પેશિયલ કમિશનર ઓફ પોલીસ સેક્‍ટર-૨ અમદાવાદ તરીકે નિમણુંક મળી હતી. હાલમાં તેઓ રાજકોટ પોલીસ કમિશનર તરીકે ફરજ બજાવી રહ્યા છે. તેમની ઉત્‍કૃષ્‍ઠ ફરજ બદલ ૨૦૧૫માં તેમને રાષ્‍ટ્રપતિ એવોર્ડથી નવાજવામાં આવ્‍યા હતાં. ૨૦૨૦માં ડીજીપી ડીસ્‍ક સિલ્‍વર મેડલ અને ૨૦૨૨માં ડીજીપી ડીસ્‍ક ગોલ્‍ડ મેડલથી પણ તેઓ સન્‍માનીત છે. આજે તેમની સફળ કામગીરીમાં વધુ એક છોગુ ઉમેરાયુ છે.

(3:01 PM IST)