તા. ૮ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૨ મંગળવાર
News of Saturday, 25th January 2025
‘અકિલા'ના પૂર્વ ફોટોગ્રાફર રમણભાઇ વાગડીયાનું અવસાનઃ સોમવારે બેસણુ

રાજકોટ : ‘અકિલા' ના પૂર્વ ફોટોગ્રાફર રમણભાઇ વનુભાઇ વાગડીયા (ઉ.૭૬) નું આજે તા. રપ ને શનિવારે અવસાન થયેલ છે.
રમણભાઇ વનુભાઇ વાગડીયા (ઉ.વ.૭૬) તે વનમાળીદાસ ખુશાલદાસ વાગડીયા (વનુ ભગત) ના પુત્ર તથા જમનાદાસભાઇ, માધવદાસભાઇ, પરમાનંદભાઇ, રસિકભાઇ અને મધુવનભાઇના ભાઇ તથા શરદભાઇ, અનુરાગભાઇ અને રાખીબેનના પિતાજી રસેશ અને સિધ્ધાંતના દાદા તથા લક્ષ્મીચંદ જેઠાલાલ માંડલીયા (જોડીયાવાળા)ના જમાઇ તેમજ હરીશભાઇ માંડલીયાના બનેવીનું તા. રપ ને શનિવારે અવસાન થયેલ છે.
બેસણુ તા. ર૭ ને સોમવારે સાંજે ૪ થી ૬ રાષ્ટ્રીય શાળા મધ્યસ્થ ખંડ, રાજકોટ ખાતે રાખેલ છે. લૌકીક વ્યવહાર બંધ રાખેલ છે.
‘અકિલા' ના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા ‘અકિલા' ના તંત્રીશ્રી અજીતભાઇ ગણાત્રા ‘અકિલા' વેબ એડિશનના એકઝીકયુટીવ એડીટર શ્રી નિમીષભાઇ ગણાત્રા અને ‘અકિલા' પરિવારે મૌન પાળીને સ્વ. રમણભાઇ વાગડીયાને શ્રધ્ધાંજલી અર્પણ કરી હતી.
શરદભાઇ વાગડીયા અનુરાગભાઇ વાગડીયા (મો. ૯૩૭૭૭ ર૧૧ર૩-ર૪)
(11:56 AM IST)










