<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 25th January 2025

ચોટીલામાં રવિવારે વાઢારા સમાજના સમૂહલગ્ન

ગૌમાતાના પૂજનથી અવસરનો કરાશે પ્રારંભ : કંકોત્રીમાં પણ ગૌમાતાને રાષ્‍ટ્રમાતા જાહેર કરવાનો મેસેજ : ૩ યુગલો પ્રભુતામાં પગલા પાડશે

 રાજકોટ તા. ૨૪ : તલવાર બનાવવાની કળા માટે જાણીતા એવા વાઢારા સમાજને સંગઠીત કરવા થઇ રહેલ પ્રયાસોના ભાગરૂપે સૌપ્રથમ સમુહલગ્નનું આયોજન ચોટીલા ખાતે તા. ૨૬ ના રવિવારે કરાયુ છે.

‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા વાઢારા સમાજા આગેવાનોએ જણાવ્‍યુ હતુ કે વાઢારા સમાજ ખમીરવંતો ઇતિહાસ ધરાવે છે. તલવાર બનાવવાની કળામાં માહીર હોય છે. આ સમાજ છુટોછવાયો વસવાટ કરે છે. જેથી તેને એક મંચ પર લાવવા આ સંગઠનની રચના કરાઇ છે. જેના માધ્‍યમથી સૌપ્રથમ સમુહલગ્નનું આયોજન થયુ છે.

તા. ૨૬ ના રવિવારે ચોટીલાના આંગણે ઓનેસ્‍ટ હોટલ પાસે, જી.ઓ. પેટ્રોલ પમ્‍પ સામે, ચંદ્રમૌલેશ્વર મહાદેવ મંદિરના આંગણે આયોજીત આ સમૂહલગ્નમાં ૩ યુગલો પ્રભુતામાં પગલા પાડશે. દાતાઓના સહયોગથી પાનેતર, મંગળસુત્ર, ચાંદીના છડા, વોશીંગ મશીન, ફ્રીઝ, ટી.વી. સહીતની વસ્‍તુઓ કરીયાવરમાં અપાશે.

ગૌમાતાને રાષ્‍ટ્રમાતા જાહેર કરવાની વાઢારા સમાજે પહેલ કરી કંકોત્રીમાં આ મેસેજ છપાવ્‍યો છે. તેમજ સમુહલગ્નના પ્રારંભે પણ ગૌમાતા પૂજનનો ઉપક્રમ રખાયો છે.

સંતો, મહંતો, દાતાઓ, સમાજ આગેવાનો આ પ્રસંગે ઉપસ્‍થિત રહેશે. સમાજમાં કુરીવાજો દુર કરવા તેમજ દીકરો દીકરી એક સમાજ અનેસ્ત્રી શિક્ષણને પ્રાધાન્‍ય આપવા સમાજે અપીલ કરી છે.

સમગ્ર આયોજનને સફળ બનાવવા વાઢારા સમાજ ફાઉન્‍ડેશનના કમીટી મેમ્‍બરો રાષ્‍ટ્રીય પ્રમુખ હરેશભાઇ ચૌહાણ, સંજયભાઇ કાનાણી, રમેશભાઇ સોલંકી, પ્રવિણભાઇ કોહી, મિતુલભાઇ કોહી, અતુલભાઇ કોહી, ભરતભાઇ ચાવડા, બકુલભાઇ મારૂ, ગીરીશભાઇ વાળાના માર્ગદર્શન હેઠળ કાર્યકરો જહેમત ઉઠાવી રહ્યા છે.

તસ્‍વીરમાં ‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા સમસ્‍ત વાઢારા સમાજ ફાઉન્‍ડેશનના સર્વશ્રી હરેશભાઇ છનાભાઇ ચૌહાણ, કુલદીપભાઇ સોલંકી, જયમીનભાઇ બોડાણા, હર્ષિતભાઇ ચૌહાણ, ભાવીનભાઇ, જયનીલભાઇ, કેતનભાઇ નજરે પડે છે. (તસ્‍વીર : સંદીપ બગથરીયા)

(11:39 AM IST)