તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 25th January 2025
કાલે રાજકોટ જિલ્લા પંચાયતમાં રાજુ ડાંગરના હસ્તે ધ્વજવંદન
વિજયી વિશ્વ તિરંગા પ્યારા, ઝંડા ઉંચા રહે હમારા

રાજકોટ તા.૨૫: જિલ્લા પંચાયત દ્વારા આવતીકાલે તા.૨૬મીએ સવારે ૯ વાગ્યે પ્રજાસતાક પર્વ નિમિતે પચાયત કચેરી જુની કોર્ટ બિલ્ડીંગ, સિવીલ હોસ્પિટલ ચોક ખાતે જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ શ્રી રાજુભાઇ એલ. ડાંગરના હસ્તે ધ્વજવંદન રાખેલ છે. કર્મચારીઓ, ચુંટાયેલા સભ્યો સહિત પંચાયત પરિવારના સભ્યોને ઉપસ્થિત રહેવા વહીવટી તંત્ર તરફથી જણાવાયું છે.
શ્રી રાજુભાઇ ડાંગરે પ્રજાસતાક પર્વ નિમિતે પ્રજાજનોને શુભકામના પાઠવતા જણાવ્યું છે કે, પ્રજાસતાક પર્વ દેશની એકતા અને અખંડિતતા જાળવવાનો સંકલ્પ કરવાનો અવસર છે. દેશને મળેલા આ સુવર્ણ અવસરના પાયામાં સ્વાતંત્ર્ય સેનાનીઓનું અમુલ્ય યોગદાન છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં વિકસિત ભારતની યાત્રા આગળ વધી રહી છે. ગુજરાતમાં મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઇ પટેલના વડપણ હેઠળની સરકારની શ્રેષ્ઠ કામગીરીથી આપણુ રાજય ભારતના વિકાસનું એન્જીન બન્યુ છે. રાષ્ટ્ર નિર્માણ અને વિકાસની યાત્રામાં રાજકોટ જિલ્લો બુલંદ સૂર પુરાવશે.
(10:16 AM IST)










