તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 24th January 2025
રશિયન પ્રતિનિધિ મંડળ રાજકોટમાં: વજુભાઇ વાળા સાથે મુલાકાત

રાજકોટઃ રશિયન ગવર્મેન્ટના ઓફિસિયલ ડેલિગેશન નું રાજકોટમાં આગમનથી તેમને કર્ણાટકના પૂર્વ ગવર્નર શ્રી વજુભાઈ વાળાએ આવકારેલ સરકારના ફાયનાન્સ ઇન્ડસ્ટ્રી હેલ્થ અને એડમીન ડિપાર્ટમેન્ટ ના લોકોએ વજુભાઈ વાળાને જન્મદિવસની શુભકામના પાઠવી હતી. લગુન રિસોર્ટ ખાતે આવેલા રશિયન ડેલિકેટ્સ શ્રી વજુભાઈ વાળાને મળી ગુજરાતની વિવિધ બાબતોની ચર્ચા કરી અને ગુજરાતની પ્રગતિના અને ઇન્ડસ્ટ્રીયલ ડેવલોપમેન્ટ ના કામો વિશેની માહિતી મેળવી ખૂબ જ પ્રભાવિત થયા હતા આ તકે ડો.રોહિત ..ડો.કાશ્મીરા અને રાજકોટ ના ઓફિસિયલ ડેલિગેટ્સ શ્રી તેજસ ભટ્ટી.. અને ઇન્ડસ્ટ્રી..આરોગ્ય..વગેરે વિભાગ ના લોકો હાજર રહ્યા હતા. અને આજે રાજકોટના વિવિધ ઇન્ડસ્ટ્રીઓની મુલાકાત પણ કરી હતી. જ્યોતિ સીએનસી.. વેલ્ડોર એન્જિનિયરિંગ સહિત અનેક ઇન્ડસ્ટ્રીઓની મુલાકાત કરી હતી અને પોતાના દેશ માં જરૂરી મશીનરી માટે ચર્ચા કરી હતી.
(4:13 PM IST)










