<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 24th January 2025

રેસકોર્સ મેદાનમાં જય જલારામના નાદ સાથે રઘુવંશીઓએ એક સાથે હરીહર કર્યુ

રઘુવંશી પરિવાર ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા આયોજીત નાત જમણમાં મોટી સંખ્‍યામાં ભાવિકોએ મહાપ્રસાદનો લાભ લીધોઃ એક હજારથી વધુ સ્‍વયંસેવકોએ સેવા આપીઃ થેલેસેમિયાગ્રસ્‍ત બાળકો માટે આયોજીત રકતદાન કેમ્‍પમાં આશરે ૧પ૦ થી વધુ બોટલો એકત્ર થઇ

રાજકોટઃ અહિના રેસકોર્ષ મેદાનમાં જાણે રઘુવંશીઓનો મહાકુંભ યોજાયો હોય તેવા દ્રશ્‍યો સર્જાયા હતા. લાખો રઘુવંશીઓએ એક સાથે મહાપ્રસાદ ગ્રહણ કર્યો હતો. વીરદાદા જશરાજજીના શહીદ દિનની ઉજવણી નિમિત્તે રઘુવંશીઓએ એક તાંતણે બંધાઇ એક સાથે હરીહર કર્યુ હતું. નાત જમણના કાર્યક્રમમાં રઘુવંશી પરિવાર ચેરીટેબલ ટ્રસ્‍ટની મહિલા સમિતિ દ્વારા વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. જયારે ભોજન સમારોહમાં અશકત,વૃદ્ધો તથા દિવ્‍યાંગો માટે અલગ વ્‍યવસ્‍થા રાખવામાં આવી હતી. જયારે થેલેસેમિયા બાળકો માટે સિવિલ હોસ્‍પિટલના સહયોગથી રકતદાન કેમ્‍પ યોજાયો હતો. જેમાં આશરે ૧પ૦ થી વધુ રકતની બોટલો એકત્ર થઇ હતી. તેમ યાદીમાં જણાવાયુ હતું.

આ ભોજન પ્રસાદ કાર્યક્રમમાં એક હજારથી વધુ સ્‍વયંસેવકોએ સેવા આપી હતી. આ કાર્યક્રમમાં રાજકોટ શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઇ દોશી, ઉપપ્રમુખ કાશ્‍મીરાબેન નથવાણી, રાજકોટ શહેર ભાજપના પૂર્વ પ્રમુખ કમલેશભાઇ મીરાણી, મહાનગરપાલિકાના દંડક મનીષભાઇ રાડીયા, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન વિક્રમભાઇ પુજારા, કોર્પોરેટર વર્ષાબેન પાંધી, દક્ષાબેન વસાણી, ભાજપ અગ્રણી દિનેશભાઇ કારીયા,   પૂર્વ મેયર જનકભાઇ કોટક, શહેર ભાજપના પૂર્વ કોષાધ્‍યક્ષ અનિલભાઇ પારેખ, રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ  અતુલભાઇ રાજાણી, કોંગ્રેસ અગ્રણીગોપાલભાઇ અનડકટ, રઘુવંશી સમાજના બારોટ નિકુલભાઇ બારોટ, લોહાણા મહાજન પ્રમુખ રાજુભાઇ પોબારૂ, કારોબારી પ્રમુખ નિશાંતભાઇ ચોટાઇ, રઘુવંશી અગ્રણી હરીશભાઇ લાખાણી, નરેન્‍દ્રભાઇ નથવાણી, હિરેનભાઇ ખખ્‍ખર, શાંતુભાઇ રૂપારેલીયા, હસુભાઇ ચંદારાણા, બિપીનભાઇ કેસરીયા, જતીનભાઇ બગડાઇ, કિશોરભાઇ કોટક, રમેશભાઇ ઠકકર, અશોકભાઇ ચંદારાણા,  ઘનશ્‍યામભાઇ ઠકકર, સંજયભાઇ લાખાણી, નટુભાઇ કોટક, વાંકાનેર લોહાણા મહાજનના આગેવાનો તેમજ રમેશભાઇ કારીયા, પ્રહલાદભાઇ પારેખ, રાજુભાઇ ભજીયાવાળા, શિલ્‍પાબેન પુજારા, તરૂબેન ચંદારાણા, રત્‍નાબેન સેજપાલ તેમજ સાધુ સંતો ઉપસ્‍થિત રહયા હતા.

આ આયોજનને સફળ બનાવવા માટે રઘુવંશી પરિવાર ચેરીટેબલ ટ્રસ્‍ટના આગેવાનો, મહિલા સમિતિ તથા યુવા સંગઠને જહેમત ઉઠાવી હતી. આ કાર્યક્રમમાં રાજકોટ પોલીસ અને રાજકોટ મહાનગરપાલિકાનો સહયોગ મળેલ હતો તેમ યાદીમાં જણાવાયું છે.

(4:09 PM IST)