<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 24th January 2025

સેવાકીય કાર્યો થકી જન્‍મદિવસ ઉજવતા ડો.દર્શીતા શાહ : અંગદાન-ચક્ષુદાનનો સંકલ્‍પ

રાજકોટ-૬૯ના ધારાસભ્‍યનું સમાજપયોગી પગલું

રાજકોટ, તા. ર૪ : વિધાનસભા-૬૯ ના ધારાસભ્‍ય ડો.દર્શિતા શાહ દ્વારા જુદા જુદા જન સેવાના કાર્યો સાથે સાદાયથી જન્‍મદિવસ ઉજવ્‍યો હતો. આ તકે તેમણે  અંગદાન-ચક્ષુદાનનો સંકલ્‍પ કર્યો હતો. તેમણે  વિધાનસભા-૬૯ના તમામ ટીબીના દર્દીઓને અને કુપોષિત બાળકોને કીટ વિતરણ  પણ કર્યુ હતું.

ઉપરાંત  ક્રાઇસ્‍ટ કોલેજ તથા મદદનીશ નિયામક રોજગાર કચેરી ના સંયુક્‍ત ઉપક્રમે ગુજરાત મેગા જોબ ફેર રાખેલ જેમાં ૧૦૦૦થી વધુ લોકોએ લાભ લીધેલ.

વિધાનસભા-૬૯ માં રહેતા વડીલો માટે વયવંદના આયુષ્‍માન કાર્ડ અંતર્ગત ૭૦ૅ લોકોનો કેમ્‍પ કરેલ જેમાં બહોળી સંખ્‍યામાં લોકોએ લાભ લીધેલ.

ભારતમાં ટીબી નાબુદ થાય તે અંતર્ગત જુદાજુદા ટીબીના પેશન્‍ટોને ટી.બી. લગત કીટ વિતરણ કાર્યક્રમ પણ વોર્ડ નં.૯માં આરોગ્‍ય કેન્‍દ્ર ખાતે રાખવામાં આવેલ તેમજ ટીબીના ૫૦ દર્દીઓને પણ ધારાસભ્‍યશ્રી દ્વારા કીટ વિતરણ કરવામાં આવેલ

નારી સંરક્ષણગળહ ખાતે ઘરેલું હિંસાનો ભોગ  બનેલી બહેનો-દીકરીઓ માટે સ્‍વરોજગારની તાલીમનો કેમ્‍પ રાખવામાં આવેલ.વોર્ડ નં.-૨ ખાતે બ્‍લડ ડોનેશન કેમ્‍પનું આયોજન કરવામાં આવેલ.તેમજ આ કેમ્‍પમાં લોકો અંગદાન તથા ચક્ષુદાન પ્રત્‍યે વધુ ને વધુ જાગળત થાય જે અનુલક્ષી ધારાસભ્‍ય શ્રી દ્વારા પોતાના જન્‍મદિવસે જનકલ્‍યાણ સાર્વજનિક ચેરીટેબલ ટ્રસ્‍ટના માધ્‍યમથી પોતે પણ અંગદાન તથા ચક્ષુદાનનો સંકલ્‍પ કરેલ છે.

મહિલાઓને વધુ સ્‍વાવલંબી બનાવવા માટે પ્રધાનમંત્રી દ્વારા વીમાસખી યોજના દ્વારા એલઆઇસી સાથે મહિલાઓ જોડાય અને સ્‍વાવલંબી બને જે હેતુસર એસબીઆઇ ગ્રામીણ સ્‍વરોજગાર તાલીમ સંસ્‍થા ખાતે મહિલાઓનો મેગા કેમ્‍પ રાખેલ.જેમાં ૩૦૦થી વધુ બહેનોએ ભાગ લીધેલ.

શહેરને હરિયાળુ બનાવવા વૃક્ષારોપણ જરૂરી છે અને લોકોને વધુ ને વધુ વળક્ષો વાવે તે માટે જાગળતિ લાવવા પોતાના જન્‍મદિવસ અંતર્ગત વળક્ષારોપણ કરેલ.

તેમજ ધારાસભ્‍યશ્રી દ્વારા મનોદીવ્‍યાંગ બાળકો તથા સ્‍પેશીયલ હોમ ફોર ગર્લ્‍સ તેમજ સદભાવના વળદ્ધાશ્રમ ખાતે તથા બહેરા મૂંગા શાળાના બાળકો સાથે જન્‍મદિવસ ઉજવણી કરેલ તેમજ મીઠાઈનું વિતરણ કરેલ.

(4:08 PM IST)