<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 24th January 2025

આપણા બંધારણે લોકોને અનેક મુળભુત અધિકારો આપી નાગરિક જીવનને સુરક્ષીત અને સમૃધ્‍ધ બનાવ્‍યું છે

જામનગરમાં ભાજપ દ્વારા યોજાયેલા પ્રબુધ્‍ધ નાગરિક સંમેલનમાં રાજુભાઇ ધ્રુવનું સંબોધન બાબા સાહેબને જીવન દરમિયાન અને હયાતિ બાદ પણ હળાહળ અન્‍યાય કરનાર, ભારતરત્‍ન ન આપનાર કોંગ્રેસ બંધારણના નામે મગરના આંસુ સારે છે

રાજકોટઃ  ભારતીય જનતા પક્ષ દ્વારા ચાલી રહેલા સંવિધાન ગૌરવ અભિયાન અંતર્ગત જામનગરમાં યોજાયેલા પ્રબુધ્‍ધ નાગરિક સંમેલનમાં બોલતા ભાજપના સૌરાષ્‍ટ્ર ઝોનના પ્રવક્‍તા રાજુભાઈ ધ્રુવે આપણા બંધારણનું મહત્‍વ અને તેની વિશેષતા જણાવતાં  તેમણે કહ્યું હતું કે,વિશ્વના મોટાભાગના લોકતાંત્રિક દેશો કરતા આપણુ બંધારણ શ્રેષ્ઠ છે અને દેશના દરેક નાગરિકે આ બંધારણને અનુસરી રાષ્‍ટ્ર  સમર્પિત જીવન જીવવું જોઈએ. આપણા બંધારણે લોકોને અનેક મૂળભૂત અધિકારો આપી નાગરિક જીવન ને સુરક્ષિત અને સમળદ્ધ બનાવ્‍યું છે.

જામનગરમાં ભાજપના કાર્યાલય પંડિત દીનદયાળ ઉપાધ્‍યાય ભવન ખાતે યોજાયેલા આ સંમેલનમાં રાજુભાઈ ધ્રુવ મુખ્‍ય વક્‍તા તરીકે ઉપસ્‍થિત રહ્યા હતા.આ કાર્યક્રમનાં પ્રારંભે  શહેર ભાજપ અધ્‍યક્ષ ડો. વિમલભાઈ કગથરા દ્વારા પ્રાસંગિક  ઉદબોધન અને સ્‍વાગત પ્રવચન આપવામાં આવ્‍યું હતું. શહેર મહામંત્રી તથા કાર્યક્રમના ઇન્‍ચાર્જ વિજયસિંહ જેઠવા દ્વારા મુખ્‍ય વક્‍તા  રાજુભાઈ ધ્રુવનું સ્‍વાગત અભિવાદન કરવામાં આવેલ હતું.

રાજુભાઈ ધ્રુવે પોતાના સંબોધનમાં કહ્યું હતું કે, આપણા બંધારણની રચના અને રાષ્‍ટ્રાર્પણ ને ૭૫ વર્ષ પુરા થઇ રહ્યા હોઈ ભાજપ દ્વારા તેની ઉજવણી કરવામાં આવી રહી છે અને તેના ભાગ રૂપે પ્રબુધ્‍ધ નાગરિક સંમેલન યોજવામાં આવી રહ્યા છે. ભારતનું બંધારણ શ્રેષ્ઠ અને પૂર્ણ બંધારણ છે. ભારતીય બંધારણ એ વિશ્વનું સૌથી લાંબુ લેખિત બંધારણ છે, જેમાં  ૨૨ ભાગો, ૩૯૫  કલમો અને ૮ અનુસૂચિઓનો સમાવેશ થાય છે. આ બંધારણે ભારતને લોકતાંત્રિક પ્રજાસત્તાક તરીકે સ્‍થાપિત કર્યું, એ સુનિヘતિ કર્યું કે સત્તા લોકો અને તેમના ચૂંટાયેલા પ્રતિનિધિઓ પાસે રહે. આ કારણોસર જ ભારતમાં  લોકશાહી મજબૂત અને  અડીખમ છે.

તેમણે કહ્યું હતું કે, બંધારણ નાગરિકોને સમાનતા, વાણી અને અભિવ્‍યક્‍તિની સ્‍વતંત્રતા અને શોષણ સામે રક્ષણ સહિતના મૂળભૂત અધિકારોની બાંયધરી આપે છે, બંધારણનો ઉદ્દેશ્‍ય અસ્‍પળશ્‍યતાને નાબૂદ કરીને, ભેદભાવ પર પ્રતિબંધ મૂકીને અને હાંસિયામાં ધકેલાઈ ગયેલા સમુદાયો માટે અનામત આપીને સામાજિક ન્‍યાયને પ્રોત્‍સાહન આપવાનો છે,  ભારતનું બંધારણ બિનસાંપ્રદાયિકતાને સમાવિષ્ટ કરે છે, તે સુનિヘતિ કરે છે કે રાજ્‍ય કોઈ ચોક્કસ ધર્મની તરફેણ કરતું નથી અને વ્‍યક્‍તિઓની તેમની આસ્‍થાનું પાલન કરવાની સ્‍વતંત્રતાનું રક્ષણ કરે છે,

શ્રી ધ્રુવે એ બંધારણની વિશેષતા અને ગૌરવ અનુભવી શકીયે તેવી બાબતો જણાવવાની સાથે કોંગ્રેસની માનસિકતા અંગે પણ ટિપ્‍પણી કરી હતી. તેમણે કહ્યું કે,  શ્રીમાન રાહુલ ગાંધી જેઓ સંસદ માં સંવિધાન ના હનન ની વાતો કરતા હોય છે, તેઓ એ સંવિધાન પૂરું વાંચ્‍યું સુદ્ધા નહીં હોય? . કોંગ્રેસ ના નેતા શ્રીમાન રાહુલ ગાંધી સતત સંવિધાન મુદ્દે ટિપ્‍પણી કરતા જોવા મળે છે, અને ભ્રામક વાતો રજુ કરી ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરી રહ્યા છે. પૂર્વ વડાપ્રધાન શ્રીમતી ઇન્‍દિરા ગાંધી એ દેશ અને  સંવિધાન માટે કાળા  કલંક સમાન ઇમરજન્‍સી જાહેર કરી સંવિધાન-બંધારણનું અપમાન કરેલ.શ્રી ધ્રુવે સંવિધાન ને રાષ્‍ટ્ર માટે ગૌરવવંતુ ગણાવવા ની સાથે સાથે સંવિધાનના રચયિતા બાબાસાહેબ આંબેડકરજી ના જીવન મૂલ્‍યો સિદ્ધાંતો અને રાષ્‍ટ્ર માટેના સમર્પણ  વિષે પણ વિસ્‍તળત વર્ણવ્‍યું હતુ. આપાતકાલ-કટોકટી દરમિયાન કોંગ્રેસી સરકારે નંદરિકોના મૂળભૂત અધિકારો સ્‍થગિત કર્યા ,રાજકીય વિરોધીઓને જેલમાં પૂર્યા અને પ્રેસ તમામ પ્રસાર માધ્‍યમો ઉપર સેન્‍સરશીપ નાખી દેશના આત્‍માને બંધારણીય મૂલ્‍યો સાથે લોકશાહીને જાણે કારાવાસ જેલમાં પુરી દીધી.સરકારી તંત્રનો વ્‍યાપક પ્રમાણમાં દુરુપયોગ કરવામાં આવ્‍યો.૧૯૭૫થી ૧૯૭૭ સુધી લોકશાહી અને બંધારણીય શાસનને નષ્ટ કરવામાં આવ્‍યું જે ભારતના લોકશાહી ઇતિહાસ  ના કાળા કલંકિત પ્રકરણ તરીકે ઓળખાયું.

 આજે કોંગ્રેસી નેતાઓ બંધારણ બચાવવાની જૂઠી અને ભ્રામક વાતો કરે છે પરંતુ તેઓ એ ભુલી જાય છે કે કોંગ્રેસ દ્વારા વારંવાર કલમ ૩૫૬ નો દુરુપયોગ કરી વિરોધપક્ષ શાસિત અનેક રાજ્‍ય સરકારોને બરતરફ કરવામાં આવી અને ૮૮ વાર રાષ્‍ટ્રપતિ શાસન લાદવામાં આવ્‍યું જેનાથી રાજ્‍યોની સંઘીય રચના અને સ્‍વાયત્તતાનું ઉલ્લંઘન થયું લોકશાહી મૂલ્‍યો ને નુકસાન થયું.કોંગ્રેસની આગેવાની હેઠળની સરકારોમાં સરમુખત્‍યારશાહી વલણોને પ્રોત્‍સાહન મળ્‍યું.

આ પ્રબુધ્‍ધ નાગરિક સંમેલનમાં જામનગર મહાનગર ભાજપ  અધ્‍યક્ષ ડો.  વિમલભાઈ કગથરા,  ધારાસભ્‍યો દિવ્‍યેશભાઈ અકબરી,શ્રીમતી રિવાબા જાડેજા, મહામંત્રી વિજયસિંહ જેઠવા, પૂર્વ અધ્‍યક્ષ હસમુખભાઈ હિંડોચા, ડેપ્‍યુટી મેયર શ્રીમતી કળષ્‍ણાબેન સોઢા,સ્‍ટેન્‍ડિંગ કમિટી ચેરમેન નિલેશભાઈ કગથરા,શાસક પક્ષ નેતા અશિષભાઈ જોશી, દંડક કેતનભાઈ નાખવા,જામનગર વેપારી મહામંડળ ના પ્રમુખ સુરેશભાઈ તન્ના,પૂર્વ ધારાસભ્‍ય લાલજીભાઈ,પૂર્વ કેન્‍દ્રીય આયોગ અધ્‍યક્ષ મનહરભાઈ ,મીડિયાસેલ ના ભાર્ગવ ઠાકર સહીત મોરચા અધ્‍યક્ષ, વોર્ડ પ્રભારીઓ, કોર્પોરેટરો, કાર્યકર્તાઓ પ્રબુદ્ધ નાગરિકો, કાર્યકર્તા ભાઈઓ બહેનો ં ઉપસ્‍થિત રહ્યા હતા.

(4:07 PM IST)