<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 24th January 2025

શો કોઝ નોટિસ GST એમ્‍નેસ્‍ટી સ્‍કીર્મીંની મુશ્‍કેલીઓ અંગે ચેમ્‍બરની ઉચ્‍ચકક્ષાએ રજુઆત

કરદાતાઓને દંડ-વ્‍યાજના બોજમાંથી છુટકારો અપાવો

રાજકોટ, તા.૨૪: સરકારશ્રી GST અંતર્ગત દ્વારા કરદાતાઓને દંડ અને વ્‍યાજના બોજ વગર તેમના પાલનના મુદ્દાઓનું નિરાકરણ લાવવા માટે પ્રસિધ્‍ધિ કરવામાં આવેલ GST Amnesty Scheme અંતર્ગત પડી રહેલ મુશ્‍કેલીઓ અંગે રાજકોટ ચેમ્‍બર ઓફ કોમર્સ એન્‍ડ ઈન્‍ડસ્‍ટ્રીના ઉપપ્રમુખશ્રી પાર્થભાઈ ગણાત્રા દ્વારા CGST પ્રિન્‍સીપાલ ચીફ કમિશનરશ્રીમતી બી.વી. શિવાનાગા કુમારી મેડમ તથા રાજકોટ CGST પિન્‍સીપાલ કમિ‘રશ્રી શિવાકુમાર વી. સાહેબને નીચે મુજબના પ‘ો-સુચનો રજુ કરવામાં આવેલ.

(૧) ડિપાર્ટમેન્‍ટ દ્વારા ઈસ્‍યું કરવામાં આવેલ શો-કોઝ નોટીસ બહુવર્ષીય હોવાને કારણે આ પ્રકારની શો-કોઝ નોટીસ પ્રમાણે ઈશ્‍યું કરવામાં આવેલ છે. બહુવર્ષીય મુદે ઈશ્‍યું કરાયેલ નોટીસ સંયુકતરૂપમાં મોકલવામાં આવે છે. આ સંજોગોમાં જો કોઈ કરદાતા કોઈ નિશ્‍ચિત વર્ષ માટે યોજનાનો લાભ લેવા માંગે તો તેમને તમામ વર્ષોના ટેક્ષનું ચુકવણું કરવું પડે છે. જેને કારણે તેઓ ઉપર અસહય નાણાંકીય બોજો પડે છે. તેથી કરદાતા નિヘુિત વર્ષ માટે યોજનાનો લાભ મેળવી શકે તેવી જોગવાઈ કરવી.

(૨) ઉપરોકત કારણોસર કરદાતાને મળવાપાત્ર થતા લાભ ગુમાવવા પડે છે. આ સંજોગોમાં મુદાસર અલગ-અલગ ઓપપ્‍શન આપવા જોઈએ.

(૩) આ સ્‍કિમમાં એવા કરદાતાઓને રિફંડના લાભો મળવાપાત્ર નથી જેમણે CGST એકટ-૨૦૧૭ ના સૈકસશન-૭૩ અંતર્ગત વ્‍યાજ અને દંડ સાથેની કર જવાબદારી પહેલાથી જ ચુકવી દીધેલ છે. જે અયોગ્‍ય છે. કારણ કે GST જોગવાઈઓનું વહેલું પાલન કરનારા પ્રમાણીક કરદાતાઓ દંડતા અનુભવે છે અને જે કરદાતા અપિલ કે નિર્ણયની રાહ જઈ રહયા હોય તેમને આ યોજનાનો લાભ મળવાની તક મળે છે. તેથી કરદાતાઓમાં સમાનતા અને ન્‍યાયીતા જાળવવા માટે ઓછામાં ઓછા કર ચુકવણી પર વસુલવામાં આવતી વ્‍યાજની રકમનું રીફંડ પુરૂ પાડવામાં આવે અને આવી જોગવાઈ રદ કરવી.

(૪) કાયદાના સેકશન-૫૦ હેઠળ Amnesty Scheme ના લાભાર્થી પાસેથી વિલંબીત ચુકવણી ચાર્જનું વ્‍યાજ વસુલવા માટે નોટીસ આપવામાં આવે છે. Amnesty Scheme માં આ બાબતનો ઉલ્લેખ ન હોવાને કારણે કરદાતાને વિલંબીત ચુકવણી વ્‍યાજનારૂપમાં વધારાનો આર્થિક બોજ સહન કરવો પડે છે. તો આ અંગે યોગ્‍ય નિરાકરણ લાવવું.

(૫) CGST/SGST Act-૨૦૧૭ ના સેકશન-૭૪ અંતર્ગત GST ડિપાર્ટમેન્‍ટ દ્વારા Amnesty Scheme ના લાભાર્થીને તેઓએ પુરી પાડવા યોગ્‍ય માહિતી તથા હકિકતોને નજર અંદાજ કરી અને સદર લાભ મેળવવા માટે અરજી કરી છે તેમ માની શો-કોઝ નોટીસ ઈશ્‍યું કરેલ છે.હકિકતે સેકશન-૭૪ના સ્‍પષ્ટીકરણ નંબર-૨ મુજબ સેશનના સ્‍પષ્ટ અર્થ મુજબ કર ચુકવવાપાત્ર વ્‍યકિતએ જરૂરી માહિતીઓ, સ્‍ટેટમેન્‍ટ, રીપોર્ટ કે કોઈ પ્રકારના જરૂરી ડોકયુમેન્‍ટ અને માંગલ માહિતી રજુ કરેલ ન હોય તેવા કિસ્‍સામાં સેશન શબ્‍દ લાગુ પડે છે. GST એક પોર્ટલ બેલઝ કરમાળખું છે અને તંત્ર દ્વારા સેકશન-૭૩ અને ૭૪ અંતર્ગત ઈશ્‍યું કરાયેલ નોટીસોના કિસ્‍સમાં GST પોર્ટલ ઉપર તમામ હકિકતો ઉપલબ્‍ધ હોવાને કારણે સેશનનો આક્ષેપ અન્‍યાયકારી જણાય છે. તદઉપરાંત ગુજરાત રાજયમાં સેકશન-૭૪ હેઠળ ઈશ્‍યું કરવામાં આવેલ નોટીસો આજદીન સુધીમાં અનિર્ણિત હોવાના કારણે કરદાતાઓને ખુબ જ મુશ્‍કેલીઓનો સામનો કરવો પડે છે. આમ GST પોર્ટલ ઉપર કરદાતાની તમામ વિગતો હોવાના કારણે સેશન સલંગ્ન યોગ્‍ય નિરાકરણ લાવવું.(૨૩.૨૬)

(4:04 PM IST)