તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 24th January 2025
ખરાબ વર્તન કરી હોટલોની પરમીટ રદ કરવાનો GSRTCનો નિર્ણય અભિનંદનીય : એસ.ટી. હિતરક્ષક સમિતિ

રાજકોટ તા.૨૪: ગુજરાત એસ.ટી મુસાફર હિતરક્ષક સમિતિ ના ગજેન્દ્રસિંહ ઝાલા, એડવોકેટ ઈન્દુભા રાઓલ, દિલીપભાઈ આસવાણી, પૂર્વ ફોજી નટુભા ઝાલા, પટેલ નાગજીભાઈ વિરાણી, મોરવાડિયા ગોપાલભાઈ, જેન્તીભાઈ હિરપરા, એડવોકેટ ભાવનાબેન વાઘેલા, સરલાબેન પાટડીયા, ગોંડલના પ્રતિનિધિ પ્રદિપસિંહ મહાવીરસિંહ જાડેજાની સંયુક્ત યાદીમાં જણાવે છે કે મુસાફરોની ફરિયાદોના પગલે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (એસ.ટી) દ્વારા હાઇવે પરની ૨૭ હોટલની પરમીટ રદ કરવાનો નિર્ણય અભિનંદનને પાત્ર છે.
રાજ્યના તમામ હાઇવે પરની હોટલો ઉપર બેફામ ભાવો પડાવતા હોવાની વ્યાપક ફરિયાદો ઉઠવા પામી છે. એસ. ટી મુસાફરો માટે સ્વચ્છ આહાર, સ્વચ્છ પાણી માટે લાંબા રૂટની યાત્રામાં ટેન્ડર મારફતે હોટલની પસંદગી કરે છે. GSRTCના ટેન્ડર ભરી એસ.ટી બસો ઊભી રાખવાના પરવાના ધરાવતી નામાંકિત હોટલોમાની કેટલીક હોટલો પોતાની મનમાની કરતી હતી અને મુસાફરો સાથે બેફામ પડાવતી હતી.
GSRTC દ્વારા રાજકોટથી અમદાવાદ, રાજકોટ થી સોમનાથ, કચ્છ અને દ્વારકા જતા હાઇવે પરની ૨૭ હોટલની પરમિટ રદ કરી છે. પરંતુ હાલ જે ઉભી રાખવામાં આવે છે તે સ્થળે એસટી દ્વારા મુસાફરો માટે હોટલ અંગેની કોઈ પણ ફરિયાદ હોય તો મુસાફરોને દેખાય તે પ્રકારે એસ.ટી એ હોટલોની મુસાફરોની ફરિયાદોના નિરાકરણ માટેના હેલ્પલાઇન નંબર જાહેર કરી બોર્ડ લગાવવા જોઈએ. તેમ મુસાફર હિતરક્ષક સમિતિ જણાવે છે.(૪૦.૧૧)
(4:03 PM IST)










