News of Friday, 24th January 2025
૩૦મી ISCB આંતરરાષ્ટ્રીય પરિષદનો લખનૌ યુનિવર્સિટી ખાતે ર૭ મી જાન્યુઆરીએ પ્રારંભ : દેશભરના ૭૦૦ વિજ્ઞાનીઓનો ‘મીનીકુંભ'
કેમીકલ, બાયોલોજીકલ તેમજ ફાર્માસ્યુકલ ક્ષેત્રના વિષયો પર આધારિત : વિદેશના રપ થી વધુ રસાયણ વિજ્ઞાનીઓ ભારતમાંથી ૭પ થી વધુ તજજ્ઞ વ્યાખ્યાનો : યુપીના રાજયપાલ શ્રીમતી આનંદીબેન પટેલના મુખ્ય મહેમાન પદે ઉદ્્ઘાટનઃ સમાપન વેળા મુખ્ય મહેમાન તરીકે બિરાજતા રાજયપાલ આરીફ મોહંમદખાન ૧૮ પ્લેનરી ૭૮ નિમંત્રિત ૪ર ઓરલ વ્યાખ્યાનો થશે : ૧રપ જેટલા પોસ્ટર પ્રેઝન્ટેશન કેન્સર, ટીબી, જીવનશૈલી આધારિત રોગોના પ્રતિકાર માટે નવા સંશોધન રજૂ થશે ISCB ના રાષ્ટ્રીય પ્રમુખ ડો. અનામિક શાહ અને મહામંત્રી ડો. પી.એમ.એસ. ચૌહાણની આગેવાની હેઠળ મહત્વની કોન્ફરન્સને અપાયેલું આખરી સ્વરૂપ ફાર્મા, હર્બલ, ગ્રીન કેમીસ્ટ્રી AI અને કેમીકલ પ્રોસેસ અંગે વિવિધ સંશોધનો

રાજકોટઃ ઇન્ડીયન સોસાયટી ઓફ કેમીસ્ટ એન્ડ બાયોલોજીસ્ટ લખર્નોની ૩૦મી આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સ લખનોૈ યુનિ.ના આંગણે ISCB સાથે સંયુકત રીતે યોજવામાં આવેલ છે. કેમીકલ બાયોલોજીકલ અને ફાર્માસ્યુટીકલ વિજ્ઞાનોના વર્તમાન પ્રવાહો અને તેની જન આરોગ્ય તેમજ પર્યાવરણ પરની દુરગામી અસરો એ થીમ ઉપર યોજાયેલી આ કોન્ફરન્સનું ઉદઘાટન ઉતરપ્રદેશના રાજયપાલ શ્રીમતી આનંદીબેન પટેલ દ્વારા તા.૨૭મી જાન્યુઆરીએ કરવામાં આવશે. તેમજ તા.૨૯મી જાન્યુઆરીએ સાંજે બિહારના રાજયપાલ શ્રી આરીફ મોહંમદખાન દ્વારા કરવામાં આવશે.
દેશના બે મોટા રાજયોમાં યુનિ.ઓના ચાન્સેલરની ભૂમિકામાં કાર્યરત રાજયપાલશ્રીએ લખર્નો યુનિ.ના કુલપતિ શ્રી રાય, ISCBના રાષ્ટ્રીય પ્રમુખ ડો. અનામિક શાહની અધ્યક્ષતામાં તેમજ તેના સ્થાપક તથા લખનોૈ સ્થિત મહામંત્રી પીએમએસ ચોૈહાણના સીધા માર્ગદર્શન હેઠળ યોજાયેલ આ ત્રિ-દિવસીય પરિષદમાં ૭૦૦થી વધુ દેશ-વિદેશના વૈજ્ઞાનિકો ભાગ લેનાર છે. સમગ્ર ત્રણ દિવસની કોન્ફરન્સમાં ચાર સમાંતર સત્રો, ઓરલ પ્રેઝન્ટેશન અને ત્રણ પોસ્ટર સેશના આયોજીત કરવામાં આવ્યા છે. જેમાં કી-નોટ વ્યાખ્યાન મુખ્ય વકતાનું રહેશે.
આમ કોન્ફરન્સમાં ભાગ લેનાર ૭૦૦માંથી ૨૬૧ એટલે કે પ્રત્યેક ત્રણમાંથી એક ડેલીગેટ કોઇને કોઇ રીતે પોતાનું સંશોધન રજુ કરશે. એ આઇએસસીબીની ખાસિયત રહેલી છે. તદઉપરાંત કુલ ૭૮ નિમંત્રિત વ્યાખ્યાનો (ઇન્વાઇટેડ ટોક) ૧૮ પ્લેનરી વ્યાખ્યાનો (પ્લેનરી વ્યાખ્યાન), ૪૨ ઓરલ (મોૈખિક પ્રવચનો) તેમજ ૧૨૫ પોસ્ટર (પોસ્ટર) પ્રેઝન્ટેશન રાખવામાં આવેલ છે.
કુલ આઠ સમાંતર સત્રો પાંચ ઓડીટોરીયમમાં ૭૦૦ થી વધારે વૈજ્ઞાનિકો, રસાયણશાષાીઓ, ઓૈષધ રસાયણ વિજ્ઞાનીઓ, જીવરસાયણ, માઇક્રોબાયો લોજી, ફાર્માકોલોજી, નેચરલ પ્રોડકટસ, કેમીકલ પ્રોસેસ, નિષ્ણાંતો, કેન્દ્રીય રાજયની તેમજ પ્રાઇવેટ યુનિ., IIT, NIPER, NITS, IISER સંસ્થાઓના ડાયરેકટરો, તજજ્ઞો, કોપોરેટ ફાર્મા જગતના મહત્વના પદાધિકારીઓ, અધ્યાપકો, સંશોધકો, યુવા ઉદ્યોગપતિઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી નવી પ્રોડકસ, પ્રોસેસ, પર્યાવરણજન્ય પ્રશ્નોના ઉપાયો, ગ્રીન કેમીસ્ટ્રી, ઉર્જા, કુદરતી છોડમાંથી ઓૈષધિઓ અને તેની કારકતા પર ચર્ચા કરનાર છે.
સમગ્ર કોન્ફરન્સમાં કેન્સર વિરોધી નવા ઓૈષદ્યો, પુનઃ પ્રસરેલા ટીબી સામે પ્રતિકારક ઓૈષધ સંશોધન, કોરોના અને તે પછીના વાઇરસ વિરોધી સ્મોલ મોલેકયુલ્સ અને વેકસીન, マદયરોગ, ડાયાલીસીસ, આથ્રાઇટીસ અને બીજા લાઇફ સ્ટાઇલ રોગો જેવા કે મેદસ્વીતા અંગે છેલ્લામાં છેલ્લા સંશોધનો પર ચર્ચા કરવામાં આવનાર છે. તો બીજી બાજુ કેન્સર ફોર્મકોલોજી, બાયોટેકનોલોજી, બાયો અને કેમો- ઇન્ફોર્મટીકસ AI અને કોમ્યુટર એઇડેટ ડ્રગ ડીઝાઇન, નવા એન્ટીબાયોટીક ન્યુટ્રાસ્યુફીકલ, હર્બલ અને ટ્રેડીશીનલ દવાઓ સહિતના અનેક વિધ વિષયો પર તેમજ કેમકલ પ્રોસેસીઝ, કેટેલીસીસ, ગ્રીન કેમીસ્ટ્રી, સસ્ટેનેબલ ડેવલમેન્ટ, પ્રદુષણ સહિત કેમીકલ પ્રોસેસીઝ એવા અનેકવિધ વિષયો પર વિવિધ ચાવીરૂપ તેમજ નિમંત્રિત વકતવ્યો યોજાયેલ છે. અન્ય દેશની ૮૦ જેટલી યુનિ.ઓ, સરકારી સંશોધન સંસ્થાઓના તજજ્ઞો, વૈજ્ઞાનિકો રસાયણ, ઓૈષધ વિજ્ઞાનીઓ એકત્ર થનાર છે.
પરદેશની આવનારા વૈજ્ઞાનિકો
સમીર ઝર્દ (લેબારેટરી ઓર્ગેનિક, પેરીસ, ફ્રાંસ, પ્રો. રૂઇ મોરેરા, પૂર્વ પ્રમુખ, યુરોપીઅન ફેડરેશન ઓફ મેડીસીનલ કેમીસ્ટ, લીસ્બન યુનિ. પોર્ટુબલ, ડો. અનુજા અટ્ટાનાયકે, યુનિ. ઓફ રુહાના, શ્રીલંકા, ડો. મુકુંદ ચોરધડે, પ્રેસીડેન્ટ, થીંક ફાર્મા યુએસએ, ડો. ક્રીસ ફેરન, ઇનોવેશન ડાયરેકટર, નટારા ગ્લોબલ લી., યુ. કે., રવીન્દ્ર વિક્રમસીંઘ, સીગ્મા-આલ્ડ્રીચ, જર્મની, ડો. એથીના ગેરોની કાકી, ફાર્મા, ડીપા., એરીસ્ટોટલ યુનિ., ગ્રીસ, ડો. દીપક રામજી, કાર્ડીફ સ્કુલ ઓફ બાયોસાયન્સ, કાર્ડીફ યુનિ. યુ. કે. ડો. કારોલ ગ્રેલા, યુનિ. ઓફ વોરસો, વોર્સો, પોલેન્ડ ડો. આલમ નૂરએ કમાલ, સીટી યુનિ. ઓફ ન્યુયોર્ક, બ્રુકલીન, યુ. એસ. એ., ડો. રચના સદાના, પ્રોફેસર, બાયોકેમીસ્ટ્રી, યુનિ. ઓફ હ્યુસ્ટન, યુએસએ ડો. લીઓનીડ, વો સ્ક્રોર સેન્ક, પીપલ્સ ફ્રેન્ડશીપ યુનિ. રશિયા, પ્રો. એરીક વાન-દર-આઇકેન, યુનિ. ઓફ લુવેન, બેલ્જીયમ ડો. વિરેન્દ્ર પાંડે, પ્રોફેસર ઓફ મોલેકયુલર જીનેટીકસ, રટગર યુનિ. સ્ટેટ યુનિ. ઓફ ન્યુજર્સી, યુએસએ, ડો. સરગેઇ રુડીક, નેનો બાયો સામન્સ ડીપાર્ટમેન્ટ, પીએલએસ યુનિવર્સિટી, પેરીસ, ફ્રાંસનો સમાવેશ થાય છે.
જયારે ભારતમાંથી IIT, મુંબઇના ડો. અનીલ કે. સીંઘ, પુર્વ કુલપતિ, અલ્હાબાદ યુનિ. ડો. નિશીથ દેસાઇ, ભાવનગર યુનિ. ડો. રોની ફર્નાન્ડીઝ, IIT મુંબઇ, ડો. દલીપકુમાર, બીટ્સ, પીલાણી ડો. કે.એન. સીંધ, બનારસ હિંદુ યુનિ. ડો. સરતાજ તજસ્મુખ અને અલીગઢ મુસ્લીમ યુનિ. ડો. મોજલીસા મુખરજી, અમિરી યુનિ. ડો. મહેશ શર્મા અને ડો. નિલીયા ગુપ્તા, રાજસ્થાન યુનિ. ડો. જોન જયોર્જ, બાયોઇન્ફોમેટીકસ નોર્થ બેંગાલ યુનિ. દાર્જીલીંગ, ડો. રાજીવ શુકલ (BITS, રાંચી), ડો. રામાલીંગમ, સેન્ટ્રલ યુનિ. અજમેર, ડો. શમ્સ પરવેઝ, PRSS યુનિ. રાયપુર, ડો. રીન્કુ ચક્રવર્તી, પં.બંગાળ ડો. નિલમ ભુસારે મુંબઇ, ડો. પ્રતિભા જાદવ, IIT દિલ્હી ડો. પ્રતિભાકુમારી, દેશબંધુ કોલેજ, ડો. હિતેશ પટેલ, ગુજરાત યુનિ. ડો. એચ. એમ. પટેલ, ઉત્તરાખંડ યુનિ. કુલપતિ ડો. દિવાનસિંહ રાવત (સરદાર પટેલ યુનિ.) ઉપરાંત નિરમા યુનિ.ના ડો. શીતલ પંચાલ, ડો. નિયતી આચાર્ય વગેરે પોતાના વકતવ્ય આપનાર છે. સૌરાષ્ટ્રમાંથી ડો. લાલજી બલદાણીયા (ફાર્મસી, મારવાડી યુનિ. ડો. યશવંત જાડેજા (કેમીસ્ટ્રી મારવાડી યુનિ. ડો. રમેશ કોઠારી, બાયોસાન્સવડા, સૌ. યુનિ. ડો. ચાર્મી કોઠારી, ક્રાઇસ્ટ કોલેજ ડો. મુણલ અંબાસણા, (કેમીસ્ટ્રી, નરસિંહ મહેતા યુનિ.) વગેરે પોતાના નિમંત્રિત વ્યાખ્યાનો આપનાર છે. તદઉપરાંત નરસિંહ મહેતા યુનિ.ના વર્તમાન કાર્યકારી કુલપતિ ડો. અતુલ બાપોદરા તેમજ બોટની વિભાગના વડા ડો. સુહાસ વ્યાસના વ્યાખ્યાનો પણ યોજાયેલ છે.
ISCBની ર૮મી આંતરરાષ્ટ્રીય પરિષદ મારવાડી યુનિ.ના આંગણે ગત જાન્યુઆરીમાં યોજાઇ ગઇ હતી તો ટવીન કોન્ફરન્સ તરીકે ર૯મી ISCB ઇન્ટરનેશનલના આયોજક તરીકે ભકતકવિ નરસિંહ મહેતા યુનિ. જુનાગઢે હિસ્સેદારી કરીને ગુજરાતના યુનિ. સંશોધકોને ર૦૧૭માં ઉકા તર સાડિયા, (બારડોલી) અને ર૦૧૯ માં નીરમા યુનિ. પછી ગુજરાતને લાભાન્વિકત કર્યુ હતું.
એ ઉલ્લેખનીય છે કે પર્યાવરણને ધ્યાનમાં રાખીને ISCBની ટેકનીકલ એબ્સ્ટ્રેકટ બુક છેલ્લા ૧પ વર્ષની ઇ-કોપી તરીકે જ તેની વેબસાઇટ ઉપર ઉપલબ્ધ કરાઇને સેંકડો કિલો કાગળની બચત કરવામાં આવેલ છે. અને આ ૩૦મી પરિષદની સમગ્ર રૂપરેખા ર૪ પાનામાં www.iscbconference.com પર સમગ્ર દેશ-વિદેશના વૈજ્ઞાનિકોની જાણ માટે ઓનલાઇન સુલભ કરાઇ છે.
(3:51 PM IST)










