<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 24th January 2025

દીકરાનું ઘર વૃધ્‍ધાશ્રમના ટ્રસ્‍ટી અનુપમભાઇ દોશીને

‘‘માનભાઇ ભટ્ટ'' નાગરિક સન્‍માન મળશે રવિવારે ભાવનગરમાં શિશુવિહારના આંગણે અભિવાદન સમારોહ

રાજકોટ તા.૨૪: મૂળ જસદણ તાલુકાના ભાડલા ગામના વતની, મોઢવાણિક સમાજના અગ્રણી, વર્ષો સુધી દેશની સૌથી મોટી બેંક સ્‍ટેટ બેંકમાં યશસ્‍વી ફરજ બજાવનાર અનેક સેવા સંસ્‍થાઓ સાથે જોડાયેલા રાજકોટના અનુપમ દોશીને ભાવનગરની શિશુવિહાર સંસ્‍થા દ્વારા માનભાઇ ભટ્ટ એવોર્ડથી અભિવાદન કરવા આયોજન કરાયું છે.

૩૪માં નાગરિક અભિવાદન વર્ષ ૨૦૨૪ માટે પાંચ લોકોને પસંદ કરવામાં આવ્‍યાં છે.તેમાં ડો.એન.કે. રાજપરા, ડો.સી.એલ. વર્મા, જીજ્ઞાબેન દવે, એમ.બી.ભાલાળાની સાથે રાજકોટના સેવાના ભેખધારી, અનુ,મ દોશીની માનભાઇ ભટ્ટ નાગરિક સન્‍માન માટે પસંદગી થઇ છે.

આગામી તા.૨૬મી જાન્‍યુઆરી રવિવારે બપોરના ૪ વાગ્‍યે ૭૬માં પ્રજાસતાક પર્વ નિમિતે ભાવનગર શિશુવિહારના આંગણે માનભાઇ ભટ્ટ નાગરિક અભિવાદન સમારોહ પૂજ્‍ય શ્રી મોરારી બાપુની અધ્‍યક્ષતામાં યોજનાર છે. જેમાં અનુપમ દોશીનું પૂજ્‍ય મોરારી બાપુના હસ્‍તે નાગરિક સન્‍માન કરાશે.

શહેરની ‘‘દીકરાનું ઘર'' વૃદ્ધાશ્રમ, વિવેકાનંદ યુથ ક્‍લબ, સાહિતય સેતુ, લેંગ લાઇબ્રેરી એનજીઓ પરિવાર, એસ.બી.આઇ. પેન્‍શનર્સ એસોસિએશન, ભાડલા હવેલી, રક્‍તદાન, ચક્ષુદાન, દેહદાન, થેલેસીમિયા જનજાગૃતિ અભિયાન સમિતિ સહિતની અનેક સંસ્‍થાઓના સારથી અનુપમ દોશી એક સફળ સામાજીક કાર્યકર્તાની સાથે ઉમદા મળવા જેવા માનવી છે.

સૌરાષ્‍ટ્રના સેવા-સાહિત્‍ય જગતમાં આદરભર્યુ સ્‍થાન ધરાવનારા અનુપમભાઇને ફૂલછાબ એવોર્ડ, ગારડી એવોર્ડ, અવધૂત એવોર્ડ, સંસ્‍કાર ભારતી ગુજરાત પ્રાંત દ્વારા સંસ્‍કાર અસંખ્‍ય નાના-મોટા એવોર્ડ, પુરસ્‍કારો મળેલા છે.

માનભાઇ ભટ્ટ નાગરિક અભિવાદન માટે પસંદગી થતા આર્ષ વિદ્યામંદિરના પૂ.શ્રી પરમાનંદ સરસ્‍વતીજી, અક્ષર મંદિરના અપૂર્વમુની સ્‍વામીજી તરફથી આશીવાર્દ પ્રાપ્ત થયા છે.

તેમજ અનુપમ દોશીના વિવિધ ક્ષેત્રના સ્‍વજનો શહેર ભા.જ.પ અધ્‍યક્ષ્ક્ષ મુકેશભાઇ દોશી, ડો.નીદતભાઇ બારોટ, મોઢવાણિક સમાજના અગ્રણી રમેશભાઇ દવે, તેમજ દીકરાનું ઘર વૃદ્ધાશ્રમ પરિવારના મૌલેશભાઇ ઉકાણી, શિવલાલભાઇ આદ્રોજા, પ્રતાપભાઇ પટેલ, વલ્લભભાઇ સતાણી, ધીરૂભાઇ રોકડ, સુનિલ વોરા, નલિન તન્ના, હસુભાઇ રાચ્‍છ તેમજ સાહિત્‍ય સેતુ રાજકોટ પરિવાર અને સેવા જગત તરફથી આવકારવામાં આવેલ છે. અનુપમ દોશી ૯૪૨૮૨૩૩૭૯૬ મોબાઇલ નંબર પર શુભકામનાઓ વરસી રહી છે

(3:48 PM IST)