<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 24th January 2025

જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી પૂર્વે કોટડા સાંગાણી ખાતે રિહર્સલ

 

રાજકોટ, તા. ર૪ : રાજકોટ જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની કોટડા સાંગાણી ખાતે થનારી ઉજવણી પૂર્વે સવારે સમગ્ર કાર્યક્રમનું રિહર્સલ કરવામાં આવ્‍યું હતું.

રાજ્‍યના કળષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્‍સ્‍યોદ્યોગ, ગ્રામ ગળહ નિર્માણ અને ગ્રામ વિકાસ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલની અધ્‍યક્ષતામાં ૨૬ જાન્‍યુઆરીને રવિવારના રોજ દેશના ૭૬મા પ્રજાસત્તાક પર્વની રાજકોટ જિલ્લા કક્ષાની ઉજવણી કોટડાસાંગાણીમાં અરડોઈ રોડ પર ઠાકોરજી મુળવાજી વિનયન કોલેજ ખાતે યોજાશે.

જેનું રિહર્સલ આજે ઇન્‍ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી શ્રી એ.કે. વસ્‍તાણીની અધ્‍યક્ષતામાં યોજાયું હતું. આ તકે નિવાસી અધિક કલેકટર શ્રી એ.કે. ગૌતમ શહેર પ્રાંત-૨ અધિકારી આસિ. કલેકટર મહેક જૈન જોડાયા હતાં.

સવારે ૯ કલાકે રિહર્સલનો પ્રારંભ થયો હતો. સૌથી પહેલા ધ્‍વજવંદન-રાષ્‍ટ્રગાન થયું. બાદમાં અધિકારીશ્રીઓએ પરેડ નિરિક્ષણ કર્યું હતું. એ પછી પોલીસ સહિતની વિવિધની પ્‍લાટૂન દ્વારા માર્ચ પાસ્‍ટ યોજવામાં આવી હતી. આ તકે વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ દ્વારા યોગ તેમજ સાંસ્‍કળતિક નળત્‍ય કળતિઓ રજૂ કરવામાં આવી હતી. કાર્યક્રમના અંતે વળક્ષારોપણનું રિહર્સલ થયું હતું.

(3:40 PM IST)