<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 24th January 2025

ભગવતીપરાના ૩૫ વર્ષના અખીલેશ સોલંકીનું હાર્ટએટેકથી મોત

બેભાન હાલતમાં નાઝીરહુશેન અને વિનોદભાઇએ દમ તોડયો

રાજકોટ તા. ૨૪: હાર્ટએટેકથી વધુ એક મૃત્‍યુ થયું છે. ભગવતીપરા જયપ્રકાશનગર-૧૬/૧૭ના ખુણે રહેતો અખીલેશકુમાર રામચંદ્રકુંવાર સોલંકી (ઉ.વ.૩૫) ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયેલ. પરંતુ અહિ દમ તોડી દેતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

મૃત્‍યુ પામનાર યુવાન અપરિણીત હતો અને ત્રણ ભાઇમાં નાનો હતો. તે સાડીના કારખાનામાં મજૂરી કરતો હતો. હાર્ટએટેક આવી ગયાનું સગાએ જણાવ્‍યું હતું.

બેભાન હાલતમાં નાઝીરહુશેન અને વિનોદભાઇના મૃત્‍યુ

જામનગર રોડ મનહરપુરમાં રહેતાં નાઝીરહુશેન યુનુસભાઇ ખોખર (ઉ.વ.૪૨) બપોરે ઘરે બિમારીને કારણે બેભાન થઇ જતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મોત થતાં પરિવારમાં માતમ છવાઇ ગયો હતો.

બીજા બનાવમાં નાના મવા રોડ ગોવિંદ રત્‍ન બંગલો સામે ચાર માળીયામાં રહેતાં વિનોદભાઇ મનસુખભાઇ ચાવડા (ઉ.વ.૫૩) બેભાન થઇ જતાં સિવિલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્‍યુ થયુ઼ હતુ. તેમને પગમાંસોજા ચડી જવાની બિમારી હતી. ત્રણેય બનાવમાં હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ, અશ્વિનભાઇ, ભાવેશભાઇ, તોૈફિકભાઇ અને ધર્મેન્‍દ્રભાઇએ જે તે પોલીસ સ્‍ટેશનમાં જાણ કરી હતી.ત

 

(3:12 PM IST)