<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 24th January 2025

નાનામૌવા-યુનિ. રોડ વિસ્‍તારના ૩ ઘર પાણી વિહોણા : વેરા શાખાએ કરવત ફેરવી

આજે ૧૦ મિલકતોને તાળા : બે ને જપ્‍તી નોટીસ : રૂા. ૨૯ લાખથી વધુની રકમ જમાઃ મનપા દ્વારા મિલકત વેરા બાકીદારો સામે કડક ઝુંબેશ

રાજકોટ,તા.૨૪ : મહાનગરપાલિકાનાં કમિશનરની સુચના અનુસાર વેરા વસુલાત શાખા દ્વારા વર્ષ ૨૦૨૪-૨૫ ની  રીકવરી ઝુંબેશ અંતર્ગત ૧૦-મિલકતોને સીલ મારેલ તથા ૧૧-મિલકતોને સીલની કાર્યવાહી કરતા રિકવરી થયેલ તથા ૨- મિલ્‍કતોને ટાંચ જપ્તી નોટીસ આપેલ તથા ૩-નળ કનેક્‍શન કપાત કરતા રીકવરી રૂા.૨૯.૪૬ લાખ થવા પામી હતી.

 જેમાં વોર્ડ નં-૩માં જામનગર રોડ ગાંધી સોસાયટી સામે માધાપર ઈન્‍ડ એરિયામાં ૧-યુનીટને સીલ મારેલ. બાકી માંગણું ૧.૨૭ લાખ.(સીલ), વોર્ડ નં-૫માં મણીનગર કુવાડવા રોડ જકાતનાકાની બાજુમાં ૧-યુનીટને સીલ મારેલ.બાકી માંગણું રૂ.૧.૦૧ લાખ.(સીલ), ગોંડલ રોડ પર ક્રિસ્‍ટલ કોમ્‍પ્‍લેક્ષ ફર્સ્‍ટ ફ્‌લોર શોપ નં-૧૦૧ ને સીલ મારેલ.બાકી માંગણું ૧.૦૪ લાખ.(સીલ)., ગાયત્રી કોમ્‍પ્‍લેક્ષ ‘‘બી'' ઓફીસ નં-બી/૧૧ એચ ને સીલ મારેલ. બાકી માંગણું રૂ.૭૯,૧૯૪/-.(સીલ), વોર્ડ નં-૧૪માં ગાયત્રીનગર મેઈન રોડ મારુતી નંદન કોમ્‍પ્‍લેક્ષ સેકંડ ફ્‌લોર શોપ નં-૫ ને સીલ મારેલ. બાકી માંગણું રૂ.૬૦,૧૧૩/-.(સીલ), ગાયત્રીનગર મેઈન રોડ મારુતી નંદન કોમ્‍પ્‍લેક્ષ સેકંડ ફ્‌લોર શોપ નં-૩ ને સીલ મારેલ. બાકી માંગણું રૂ.૭૫,૩૯૫/-.(સીલ)                                                                  

ઉપરાંત વોર્ડ નં-૧૫માં કોઠારીયા રીંગરોડ મારુતી ઈન્‍ડ એરિયામાં શેરી નં-૪ માં ૧-યુનીટને સીલ મારેલ. બાકી માંગણું રૂ.૫૨,૮૨૮/-.(સીલ) , કોઠારીયા રીંગરોડ રીયેબલ મેટલ સામે પરધામ ઈન્‍ડ એરિયામાં ૧-યુનીટને સીલ મારેલ.બાકી માંગણું  રૂ.૪૬,૦૩૩/-.(સીલ), નેશનલ હાઇવે શ્રી સહજાનંદ પાર્કમાં સૂચિત સોસાયટીમાં‘‘ખોડલ પ્‍લાસ્‍ટિક''પ્‍લોટ નં-૮૦  ને સીલ મારેલ.બાકી માંગણું રૂ.૫૧,૦૦૩/-.(સીલ)., કોઠારીયા રીંગરોડ મારુતી ઈન્‍ડ એરિયામાં સાઈનાથ ઇન્‍ડસ્‍ટ્રીઝમાં ૧-યુનીટને સીલ મારેલ. બાકી માંગણું રૂ.૬૦,૪૧૮/-.(સીલ)  

આજ રોજ બપોરે ૧ કલાક સુધીમાં ૧૦-મિલકતોને સીલ મારેલ તથા ૧૧-મિલકતોને સીલની કાર્યવાહી કરતા રિકવરી થયેલ તથા ૨-મિલ્‍કતોને ટાંચ જપ્તી નોટીસ આપેલ તથા ૩-નળ કનેક્‍શન કપાત  રીકવરી રૂા.૨૯.૪૬ લાખ રીકવરી કરેલ છે.

 ૦૧ એપ્રીલ ૨૦૨૪ થી આજ દિન સુધીની રિકવરી રૂ.૩૪૩.૧૧ કરોડ થવા પામી છે. 

આ કામગીરી નાયબ કમિશનર સી.કે.નંદાણી તથા આસી.કમિશનર  સમીર ધડુક, સેન્‍ટ્રલ ઝોન મેનેજર વત્‍સલ પટેલ , સિદ્ધાર્થ પંડ્‍યા ,ભાવેશ પુરોહિત,વેસ્‍ટ ઝોન મેનેજર મયુર ખીમસુરીયા, ફાલ્‍ગુની કલ્‍યાણી, ઇસ્‍ટ ઝોન મેનેજરશ્રી નીલેશ કાનાણી, ગૌરવ ઠક્કર તથા તમામ વોર્ડ ઓફીસર, તમામ વોર્ડ ટેક્ષ ઇન્‍સપેક્‍ટરશ્રીઓ દ્વારા વેરા વસુલાતની સઘન કામગીરી કરવામાં આવેલ છે.

(3:09 PM IST)