News of Friday, 24th January 2025
મની પ્લાન્ટ ઇન્વેસ્ટમેન્ટ પેઢીમાં નાણા ગુમાવનારા લોકો ગાંધીગ્રામ પોલીસનો સંપર્ક કરે

રાજકોટ તા. ૨૪: શહેરના ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ઠગાઇ સહિતની કલમો હેઠળ સોમનાથ સોસાયટી-૧, શેરી નં. ૧/૪ના ખુણે રોઝરી સ્કૂલ નજીક રહેતાં નિરવ મહેશભાઇ મહેતા વિરૂધ્ધ ગયા વર્ષે ગુનો નોંધાયો છે. આ શખ્સે અયોધ્યા ચોક રનવે હાઇટ્સ બિલ્ડીંગ ખાતેની પોતાની ઓફિસમાં મની પ્લાન્ટ ઇન્વેસ્ટમેનટ નામે પેઢી ખોલી હતી અને તેમાં રોકાણ કરવાથી મહિને ૧૦થી ૧૫ ટકા વળતર મળશે તેવી લાલચ આપી અનેક લોકો સાથે મોટી ઠગાઇ કરી હતી. આ ગુનાની તપાસ ચાલુ હોઇ રોકાણ કરનારા જે લોકોને રોકાણ કે વળતર પરત ન મળ્યા હોઇ તેઓએ આધાર પુરાવા સાથે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા પીઆઇની સુચના અનુસાર પીએસઆઇ એ. એસ. મકરાણીએ જણાવ્યું છે.
(2:55 PM IST)










