તા. ૧૧ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૫ શુક્રવાર
News of Friday, 24th January 2025
આવક કરતા ત્રણ ગણી ખરીદી-રોકાણ કરનાર પ૦૦થી વધુને ઇન્કમટેકસ વિભાગની નોટીસ
સોનું, પ્રોપર્ટી કે અન્ય કિંમતી વસ્તુ ખરીદનારાઓને નોટીસ પાઠવી જવાબ મંગાતા ફફડાટ

રાજકોટ તા. ર૪: ર૦ર૪-રપ નું નાણાકીય વર્ષ પૂર્ણ થવા આડે હવે માત્ર બે જ મહિના બાકી છે ત્યારે ઇન્કમ ટેકસ વિભાગે તેના નિર્ધારીત લક્ષ્યાંકને સિધ્ધ કરવા કાર્યવાહી હાથ ધરી છે.
જાણવા મળતી વિગત મુજબ રાજકોટ આવકવેરા વર્તુળ દ્વારા આવક કરતા બે કે ત્રણ ગણી ખરીદ કરનારા પ૦૦થી વધુ આસામીને નોટીસ ફટકારતા ફફડાટ વ્યાપી ગયો છે.
રાજકોટ આવક વિભાગે આવક કરતા વધુ રકમની સોનું, ચાંદી, પ્રોપર્ટી, રીયલ એસ્ટેટમાં રોકાણ કરનારા આસામીઓને નોટીસ ફટકારીને જવાબ રજુ કરવા જણાવાયું હોવાનું જાણવા મળે છે.
(11:47 AM IST)










