<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 21st January 2025

વિશ્‍વસનીય એવી શ્રી પંચનાથ હોસ્‍પિટલનો પાંચમાં વર્ષમાં પ્રવેશ

છેલ્લા ચાર વર્ષ દરમયાન કુલ ૧૯૨૧૪૫૩ જેટલા દર્દીઓએ મુલાકાત લઇને હોસ્‍પિટલમાં નિદાન/ સારવાર કરવામાં આવેલ : ડાયગ્નોસ્‍ટિક વિભાગમાં માત્ર રૂા.૧૦માં એમ.બી.બી.એસ ડોકટર દ્વારા નિદાન તેમજ માત્ર રૂપિયા ૫૦માં ફિઝિશિયન, ગાયનેક, નાક ,કાન, ગળા,જનરલ સર્જન , બાળકોના ડોકટર, ચામડીના કેન્‍સર, આંખના ડોકટર, ઓર્થોપેડિક ડોકટર, કિડનીના ડોકટર દ્વારા નિદાન કરવામાં આવે છે : છેલ્લાં ચાર વર્ષમાં કુલ ૯૬૮૩ દર્દીઓ દાખલ થઇ અતી રાહત દરે સારવારનો લાભ લીધોઃ છેલ્લાં ચાર વર્ષમાં કુલ ૬૨૭૦ દર્દીઓ એ ઇમરજેંસી વિભાગમાં અને કુલ ૬૭૪૮ આંખના, ઓર્થોપેડીક, ગાયનેક, ન્‍યુરો, યુરોલોજીસ્‍ટ, જનરલ કાન નાક ગળાના ઓપરેશન થયેલ છે

 

રાજકોટઃ  લગભગ આજથી બે દાયકા પહેલાં શ્રી પંચનાથ મહાદેવ સાર્વજનિક ટ્રસ્‍ટના હોદેદારો સ્‍વ. શ્રી પ્રદ્યુમનભાઈ માંકડ, સ્‍વ. શ્રી તનસુખભાઈ ઓઝા, સ્‍વ .શ્રી વિનોદભાઈ પંડ્‍યા, સ્‍વ .શ્રી લલિતભાઈ ત્રિવેદી, લક્ષ્મણભાઈ ચાવડા તથા બીજા અનેક સેવાના ભેખધારીઓએ જરૂરતમંદોને રાહત દરે નિદાન મળી રહે તે ભાવનાથી ક્‍લિનિક સ્‍વરૂપે નાના દવાખાનાના ઓપીડી વિભાગ નો પ્રારંભ કર્યો .આ તબક્કે માત્ર દસ રૂપિયામાં તાવ, શરદી, ઉધરસ, મેલેરિયા જેવા દર્દોન ની દવા નિઃશુલ્‍ક આપવામાં આવતી અને નવાઈ લાગે એવી વાત એ છે કેઆજ સીલસીલો અને પ્રણાલિકા આજે એટલેકે ૨૧/૦૧/૨૦૨૫ના રોજ (બે દાયકા પછી ) પણજાળવી રાખવામાં વર્તમાન ટ્રસ્‍ટી મંડળ સફળ રહ્યું છે. હોવાનું યાદીમાં જણાવાયું છે.

સમય જેમ જેમ પવિત્ર ગંગા નદીના વહેણની જેમ વહી ગયો તેમ તેમ દવાખાનામાં ધીરે ધીરે દાંત,આંખ, લેબોરેટરી, ઓપીડી, એક્‍સ રે, ઇસીજી, ટીએમટી જેવા અનેક વિભાગો શરૂ કરવામાં આવ્‍યા આજ ક્‍લિનિક આજ નાનું દવાખાનું દેવાધી દેવ મહાદેવની અસીમ કળપાથી આજથી ચાર વર્ષ પહેલાં વિશાળ વટવળક્ષ બનીને ૫૦  બેડની વિશાળ હોસ્‍પિટલ બની અને નિરંતર અને સતત રીતે રાહત દરે ( અન્‍યની તુલનામાં દાર્શનિક રીતે ૩૦ થી ૪૦ ટકા જેટલો ફાયદો થતો હોવાનું લોકમુખે ચર્ચાય છે.) સંચાલકોની ધિર ગંભીરતા તાલીમબદ્ધ વિનયી અને વિવેકી સ્‍ટાફ દ્વારા સચોટ નિદાન કરવામાં આવે છે. તેનું વાસ્‍તવિક ચિત્ર આજે રાજકોટ જિલ્લાની ધર્મ પ્રેમી અને કદરદાન જનતા નિહાળી રહી છે.

રાહત દરે થતા સચોટ નિદાન થકી છેલ્લા ચાર વર્ષ દરમ્‍યાન હોસ્‍પિટલના દરેક વિભાગને કલ્‍પી ન શકાય તેટલો પ્રચંડ પ્રતિસાદ મળ્‍યો છે જેમ કે જનરલ મેડિસીન ૧૦૦૨૩૨ જનરલ સર્જન ૧૪૨૭૬ કાન નાક ગળા ૪૨૬૩૪ ઓર્થોપેડીક ૫૨૮૯૪ બાળ રોગ ૭૦૧૧આંખ ૩૫૧૨૩ ચામડીના રોગો ૫૫૧૯૨ પેટ તથા આંતરડા ૧૮૬૦ સંધિવા ૧૭૯૧ માનસીક રોગો ૧૦૬૯ ઓ પી ડી તેમજ સોનોગ્રાફી ૧૯૦૪૫૨ ઈ સી જી ૭૨૩૪૪ એક્‍સ રે ૧૫૦૪૦૦ ૨D ઇકો ૧૩૦૫૫૫ટી એમ ટી ૧૦૧૦૪ લેબ રિપોર્ટ ૪૫૫૯૯૮ સી ટી સ્‍કેન રિપોર્ટ ૫૫૨૦૧ દાંત ૨૮૨૨૧૭ તેમજ જનરલ ફિજીશિયન ૨૬૨૦૯૯ જેટલા દર્દીઓની સારવાર કરવામાં આવી.

ઓર્થોપેડીક યુરોલોજીસ્‍ટ, ગાયનેક જનરલ કાન નાક ગળાના કુલ મળીને છેલ્લા ચાર વર્ષમાં ૬૭૪૮ જેટલી સંવેદનશીલ કે અતિ સંવેદનશીલ સર્જરી બાહોશ અને નિષ્‍ણાત તબીબો દ્વારા સફળતાપુર્વક કરવામાં આવી.

આમ દેવાધિદેવ મહાદેવની સાનિધ્‍યમાં આવેલી શ્રી પંચનાથ હોસ્‍પિટલ લોકો તરફથી મળેલા પ્રચંડ પ્રતિસાદ થકી રાજકોટ જીલ્લા તેમજ આજુબાજુના વિસ્‍તારોમાં રાહત દરે સચોટ નિદાન માટે જબરો વિશ્વાસ સંપાદન કરી ચૂકયું છે.

વર્તમાન સમયમાં આકાશમાં ગોરંભયેલા મોંઘવારીના કાળા ડીબાંગ વાદળો વચ્‍ચે શ્રી પંચનાથ સાર્વજનિક ટ્રસ્‍ટના પ્રમુખશ્રી દેવાંગભાઈ માંકડ માનદ મંત્રીશ્રી મયુરભાઈ શાહ કોષાઘ્‍યક્ષશ્રી ડી વી મહેતા ટ્રસ્‍ટીશ્રીઓ ડો રવિરાજ ગુજરાતી, અનિલભાઈ દેસાઈ, વસંતભાઈ જસાણી, મહેન્‍દ્રસિંહ ગોહેલ, નીખીલભાઇ મહેતા, નીરજભાઈ પાઠક, સંદીપભાઈ ડોડીયા, નીતિનભાઈ મણિયાર, નારણભાઈ લાલકિયા જેવા સેવાના ભેખધારીઓ રાજકોટ જીલ્લા સમેટ સૌરાષ્‍ટ્ર અને કચ્‍છની કદરદાન અને ધર્મ પ્રેમી જનતાને વધુને વધુ રાહત દરથી સચોટ નિદાન મળી રહે તે માટે સતત પ્રયત્‍નશીલ છે.

હોસ્‍પિટલની અન્‍ય માહિતી માટે પંકજ ચગ મો નં ૯૮૭૯૫ ૭૦૮૭૮ પર અથવા તો શ્રીમતી ધળતિબેન ધડુકનો હોસ્‍પિટલના ત્રીજા માળે રૂબરૂમાં અન્‍યથા લેન્‍ડ લાઈન નં ૦૨૮૧૨૨૨૩૨૪૯/૨૨૩૧૨૧૫ પર સંપર્ક કરવા હોસ્‍પિટલ તંત્રની અખબારી યાદીમાં જણાવેલ છે.

(4:00 PM IST)