તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 21st January 2025
સહકાર વિસ્તારમાં ડિમોલીશનઃ ગેરકાયદે ૩ ઓરડીનો કડુસલો
વોર્ડ નં. ૧૭માં ગાર્ડન હેતુના પ્લોટમાં ખડકાયેલ દબાણ દુર કરી પ૦ ચો. મી. ૩ લાખની જગ્યા ખુલ્લી

રાજકોટ તા. ર૧ :.. મનપાની ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા વોર્ડ નં. ૧૭ ના વિસ્તારમાં ગેરકાયદેસર દબાણ દુર કરી અંદાજિત પ૦.૦૦ ચો. મી. જગ્યા ખુલ્લી કરવામાં આવી હતી.
આ અંગે મનપાની સત્તાવાર યાદીમાં જણાવ્યા મુજબ મ્યુનિસીપલ કમિ. તુષાર સુમેરાના આદેશ અનુસાર તથા એડી. સીટી એન્જીનીયર એ. એ. રાવલના માર્ગદર્શન હેઠળ આજરોજ તા. ર૧ ના મહાનગરપાલિકાના સેન્ટ્રલ ઝોનમાં આવેલ વોર્ડ નં. ૧૭ માં અનામત પ્લોટ નં. પ૧ માં થયેલ ગેરકાયદેસર પરા વાળી ઓરડીનું દબાણ દુર કરવા માટે ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા ડિમોલીશન કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
આ ડીમોલીશન વોર્ડ નં. ૧૭ માં અનામત પ્લોટ નં. પ૧ (ગાર્ડન હેતુ) માં ૩ પરા વાળી ઓરડીનું દબાણ દુર કરી પ૦.૦૦ ચો. મી., રૂા. ૩,૦૦,૦૦૦ ની જમીન ખુલ્લી કરવામાં આવી હતી.
આ ડિમોલીશનમાં ટાઉન પ્લાનીંગ શાખા (સેન્ટ્રલ ઝોન)ના તમામ સ્ટાફ તથા રોશની શાખા, દબાણ હટાવ શાખા, બાંધકામ શાખા તથા કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે માટે વિજિલન્સ શાખાનો સ્ટાફ સ્થળ પર હાજર રહ્યો હતો. (પ-૧૬)
(3:37 PM IST)










