તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 21st January 2025
પુત્રવધૂની વિદાય ૧૦૧ વર્ષના સાસુ સહન ન કરી શકયા
દમયંતીબેન બટુકભાઇ વિઠ્ઠલપરાના અવસાન બાદ ૧૦૧ વર્ષના વિજયાબેન જીવરાજભાઇ વિઠ્ઠલપરા પણ સ્વર્ગે સીધાવ્યાઃ ૭ કલાકમાં સાસુ-વહુનાં મૃત્યુથી વાણંદ પરિવારમાં ઘેરો શકો

રાજકોટ તા.૨૧: ‘‘ન જાણ્યુ જાનકી નાથે સવારે શુ થવાનુ છે?...'' આ પંકિત મુજબ પરિવાર ઉપર કયારે દુઃખદ ઘટના આવી પડે તે કહેવુ મુશ્કેલ બની ગયુ છે. આવી જ ઘટના રાજકોટના વિઠ્ઠલપરા (વાણંદ) પરિવારમાં સર્જાતા ઘેરો શોક છવાઇ ગયો છે. માત્ર ૭ કલાકના અંતરે વહુ અને સાસુના મૃત્યુ થતા અરેરાટી વ્યાપી ગઇ છે.
પ્રાપ્ત માહિતી મુજબ રાજકોટના ગ્રીનલેન્ડ ચોકડી પાસે, સરકારી બસ સ્ટેન્ડની બાજુમાં ગણેશ સોસાયટીની પાછળ, તિરૂપતિ શેરી નં.૪ રાજકોટમાં રહેતા દમયંતીબેન બટુકભાઇ વિઠ્ઠલપરાનું તા.૧૯ને રવિવારે અવસાન થયું હતું.
પુત્રવધુ દમયંતીબેન બટુકભાઇ વિઠ્ઠલપરાનું અવસાન થયાના સમાચારથી આર્યનગર શેરી નં.૨૦, બાપા સીતારામ મઢુલીની સામે, સંતકબીર રોડ રાજકોટ ખાતે રહેતા મધરવાડા નિવાસી ૧૦૧ વર્ષના સાસુ વિજયાબેન જીવરાજભાઇ વિઠ્ઠલપરાને પણ ભારે આઘાત લાગ્યો હતો અને આઘાત સહન ન થતા તેમનું પણ અવસાન થતા ૭ કલાકના અંતરે સાસુ-વહુના અવસાનથી વાણંદ-વિઠ્ઠલપરા પરિવારમાં ઘેરો શોક છવાયો છે.
વિજયાબેનના પાર્થિવદેહની મધરવાડા ખાતે અંતિમવિધી કરાઇ હતી. જયારે દમયંતીબેન વિઠ્ઠલપરાની રાજકોટમાં અંતિમવિધી કરાઇ હતી.
૧૦૧ વર્ષનાં વિજયાબેન જીવરાજભાઇ વિઠ્ઠલપરાની દશા-શ્રાધ્ધ સંતવાણી, તા. ૩૦ ને ગુરૂવારે તથા ઉત્તરક્રિયા તા. ૩૧ જાન્યુઆરીને શુક્રવારે આર્યનગર શેરી નં. ર૦, બાપા સીતારામ મઢુલીની સામે, સંતકબીર રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.
સ્વ. વિજયાબેન જીવરાજભાઇ વિઠ્ઠલપરા અને સ્વ. દમયંતીબેન બટુકભાઇ વિઠ્ઠલપરાના અવસાનથી મનસુખભાઇ જીવરાજભાઇ વિઠ્ઠલપરા, ભુપતભાઇ જીવરાજભાઇ વિઠ્ઠલપરા, જયદિપ મનસુખભાઇ વિઠ્ઠલપરા, જય ભુપતભાઇ વિઠ્ઠલપરા, પ્રવિણભાઇ બટુકભાઇ વિઠ્ઠલપરા, ધવલભાઇ કિશોરભાઇ વિઠ્ઠલપરા, દુર્ગેશભાઇ ચતુરભાઇ વિઠ્ઠલપરા સહિત વિઠ્ઠલપરા - વાણંદ પરિવારને વિલાપ કરતા છોડી ગયા છે. મનસુખભાઇ વિઠ્ઠલપરા (મો. નં. ૯૧૦૬૪ ૭૪૭ર૮), ભુપતભાઇ વિઠ્ઠલપરા (મો. ૬૩પ૧૧ ૪૦૯૬૬), જયદિપ અને જય વિઠ્ઠલપરા (મો. નં. ૯૯૯૮ર ૬૧૭૧૧)
(4:28 PM IST)










