<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 21st January 2025

રાજકોટ એઇમ્‍સ દ્વારા નેશનલ સીએમઇ યોજાઇ : ભારત સહિત ૬ દેશોના તબીબો જોડાયા : ૭૭૦ ડોકટરોનું રજીસ્‍ટ્રેશન

સંજય ગુપ્તા-ડો. ઉત્‍સવ પારેખ દ્વારા આયોજન : વિવિધ નિષ્‍ણાંતોનું લીગલ કેસો અંગે માર્ગદર્શન

રાજકોટ, તા. ર૧ :  એઈમ્‍સ રાજકોટમાં ફોરેન્‍સિક મેડિસિન ડિપાર્ટમેન્‍ટ દ્વારા ૬ જાન્‍યુઆરી, ૨૦૨૫ ના રોજ ક્‍લિનિકલ પ્રેક્‍ટિસમાં મેડિકો-લીગલ ફ્રેસના મેનેજમેન્‍ટ વિષય પર નેશનલ સી.એમ.ઈ. નું આયોજન કરવામાં આવ્‍યું હતું. ફોરેન્‍સિક વિભાગના હેડ પ્રો. ડો.સંજય ગુપ્તા (ડીન) અને એસોસિયેટ પ્રોફેસર ડો. ઉત્‍સવ પારેખ દ્વારા આ નેશનલ ટ્રેનિંગ નું આયોજન કરાયું હતું. ઉલ્લેખનીય છે કે આ ટ્રેનિંગ મેળવવા માટે દેશોના વિવિધ રાજ્‍યોમાથી તેમજ ૬ થી વધુ દેશો (એટલે કે, ભારત, ઇરાક, મલેશિયા, નેપાળ, શ્રીલંકા, સુદાન, વગેરે) માંથી ૭૭૦+ ડોક્‍ટર્સે રજિસ્‍ટ્રેશન્‍સ કરાવ્‍યા હતા.

એઈમ્‍સ રાજકોટના એક્‍ઝિકયુટિવ ડાયરેક્‍ટરે સી.એમ.ઈ. નું ઉદ્ધાટન કર્યું હતું અને ક્‍લિનિકલ પ્રેક્‍ટિસમાં વધતા જતા ડોક્‍ટરો પરના આરોપો અને કોર્ટ કેસ જેવા લીગલ પ્રશ્‍નો વિષે આ પ્રકારના ટ્રેનિંગ પ્રોગ્રામના મહત્‍વ અને સુસંગતતા પર ભાર મૂકયો હતો. આ ટ્રેનિંગ નો ઉદ્દેશ્‍ય ક્‍લિનિકલ પ્રેક્‍ટિસમાં આવતા વિવિધ કાનૂની મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે એક મંચ પૂરો પાડવાનો હતો. તબીબી પ્રેક્‍ટિશનરો તેમની સંબંધિત વિશેષતા માં નિષ્‍ણાત હોય છે પરંતુ ક્‍લિનિકલ પ્રેક્‍ટિસના કાયદાકીય પાસાઓ વિશે વધુ જાણતા હોતા નથી, તેથી આ જાગળતિના અભાવે તેમની સામે ખોટા આરોપો અને કોર્ટકેસ વધી રહ્યા છે.

ઓર્ગેનાઈઝિંગ ચેરમેન અને ડીન એકેડમિક પ્રો. ડૉ. સંજય ગુપ્તા દ્વારા સ્‍વાગત સંબોધનમાં સી.એમ.ઈ ની ખાસ વિશેષતાઓ સાથે ઈવેન્‍ટની શરૂઆત કરાઈ હતી. ફોરેન્‍સિક ક્ષેત્રમાં દેશના અગ્રણી અને નેશનલ એસોસિએશનના પ્રેસિડેન્‍ટ્‍સ આ સી.એમ.ઈ માં હાજર રહ્યા હતા.

આ સી.એમ.ઈ માં ત્રણ અલગ-અલગ એઇમ્‍સના ફોરેન્‍સિક વિખ્‍યાત તજજ્ઞો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્‍યું હતું. પ્રો. ડૉ. દિનેશ રાવ (એઇમ્‍સ જમ્‍મુ) એ ઁમેડિકલ નેગ્‍લિજન્‍સઁ પર સેશન લીધું હતું. પ્રો. ડૉ. કળષ્‍ણદત્ત ચાવલી (એઇમ્‍સ રાયપુર) એ મેડિકો લીગલ કેસોના મેનેજમેન્‍ટ પર અને પ્રો. ડૉ.જયંતિ યાદવે (એઇમ્‍સ ભોપાલ) કિલેનિકલ પ્રેક્‍ટિસમાં કન્‍સેન્‍ટ પર માર્ગદર્શન આપ્‍યું હતું.

એઇમ્‍સ રાજકોટ ફોરેન્‍સિક વિભાગના એસોસિયેટ પ્રોફેસર અને ઓર્ગેનાઈઝીંગ સેક્રેટરી ડો. ઉત્‍સવ પારેખ એ સહભાગી ડોક્‍ટર્સના વિવિધ જટિલ પ્રશ્‍નો ઉઠાવ્‍યા જેનું વિવિધ એઈમ્‍સના ફોરેન્‍સિક એક્ષપર્ટ્‍સ દ્વારા નિરાકરણ કરવામાં આવ્‍યું અને અંતે આભારવિધિ સાથે કાર્યક્રમનું સમાપન થયું હતું.

(3:02 PM IST)