તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 21st January 2025
મનપાની ફુડ શાખાનો સપાટોઃ મન્ચ્યુરીયન-પાસ્તા-ભાજી સહિત ર૧ કિલો અખાદ્ય ખોરાકનો નાશ
નગરજનો હજારો કિલો ચીકી આરોગી ગયા બાદ તંત્ર દ્વારા નમુના લેવાયા! : કેકેવી ચોક પાસેના પોમોસ પીઝા તથા વાગડ ચોકડીના રજની ઢોસામાં વાસી જથ્થો મળ્યોઃ કોટેચા ચોકના મીત રેસ્ટોરન્ટને હાઇજેનિક કન્ડીશન જાળવવા નોટીસ

રાજકોટ તા. ર૧: મનપા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ખાદ્ય પદાર્થ ઉત્પાદકો-વિક્રેતાઓને ત્યાં ચકાસણી હાથ ધરવામાં આવી રહી છે. જે અન્વયે કેકેવી ચોક સ્થિત પોમોસ પીઝામાંથી ૧૪ કિલો તથા વાગડ ચોકડી ખાતેના રજની ઢોસામાંથી ૭ કિલો વાસી અખાદ્ય ખોરાકનો જથ્થો મળી આવ્યો હતો. જયારે કોટેચા ચોકના મીત રેસ્ટોરન્ટને હાઇજેનિક કન્ડીશન જાળવવા નોટીસ અપાઇ હતી. ઉપરાંત રૈયા રોડના ૭ ખાણી-પીણીના વેપારીઓને લાસન્સ અંગે સૂચના આપવામાં આવી હતી. સાથે જાગનાથ પ્લોટ-સરદારનગરમાંથી ચીકીના ૪ નમુના લેવામાં આવ્યા હતા.
મનપાની સત્તાવાર યાદી મુજબ રાજકોટ મહાનગરપાલિકાના દ્વારા સર્વેલન્સ ચેકિંગ દરમિયાન કે.કે.વી. ચોક પાસે, રાજકોટ મુકામે આવેલ ‘‘પોમોસ પીઝા (એસ.એન. ફૂડ્સ)'' પેઢીની તપાસ કરતા સ્થળ પર સંગ્રહ કરેલ વાસી મંચુરિયન, નુડલ્સ, પાસ્તા તથા સોસનો કુલ મળી અંદાજીત ૧૪ કિ.ગ્રા. અખાદ્ય જથ્થો મળી આવતા સ્થળ પર નાશ કરવામાં આવેલ તેમજ પેઢીને હાઈજેનિક કન્ડિશન જાળવવા, યોગ્ય સ્ટોરેજ કરવા તથા લાયસન્સ બાબતે નોટીસ આપવામાં આવેલ.
સર્વેલન્સ ચેકિંગ દરમિયાન વાગડ ચોકડી, મવડી-પાળ રોડ, રાજકોટ મુકામે આવેલ ‘‘રજની ઢોસા'' પેઢીની તપાસ કરતા સ્થળ પર સંગ્રહ કરેલ વાસી મંચુરિયન તથા ભાજીનો કુલ અંદાજીત ૦૭ કિ.ગ્રા. અખાદ્ય જથ્થો મળી આવતા સ્થળ પર નાશ કરવામાં આવેલ તેમજ પેઢીને હાઈજેનિક કન્ડિશન જાળવવા, યોગ્ય સ્ટોરેજ કરવા તથા લાયસન્સ બાબતે નોટીસ આપવામાં આવેલ.
સર્વેલન્સ ચેકિંગ દરમિયાન કોટેચા ચોક, કાલાવડ રોડ, રાજકોટ મુકામે આવેલ ‘‘મીત રેસ્ટોરેન્ટ'' તપાસ કરતા પેઢીને હાઈજેનિક કન્ડિશન જાળવવા બાબતે નોટીસ આપવામાં આવેલ.
ફૂડ વિભાગની ટીમ તથા જ્લ્ષ્ વાન સાથે શહેરના રૈયા રોડ વિસ્તારમાં આવેલ ખાધ્યચીજોનું વેચાણ કરતાં કુલ ૨૦ ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં ૦૭ ધંધાર્થિઓને લાઇસન્સ બાબતે સૂચના આપવામાં આવેલ. તેમજ ખાધ્ય ચીજોના કુલ ૧૭ નમૂનાની સ્થળ પર ચકાસણી કરેલ.
જેમાં ગંગોત્રી ડેરી ફાર્મ, રવિ રેસ્ટોરેન્ટ, સંતોષ ભેળ, ચામુંડા સેન્ડવિચ, શ્રી ફૂડ ઝોન, સુપર ચાઇનીઝ પંજાબી, ખત્રી ઘૂઘરાવાળાને -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના આપવામાં આવેલ.
ચિકીના વધુ ૪ નમુના લેવાયા શીંગ ગોળ ચીકી (લુઝ) મોહિની સિઝન સ્ટોર્સ, સરદારનગર શેરી નં.૧, શિવમ, તલ ગોળની ચીકી (લુઝ) મોહિની સિઝન સ્ટોર્સ, સરદારનગર શેરી નં.૧, શિવમ, દાળિયા ગોળની ચીકી (લુઝ) ચાંદની સીઝન્સ, સિટી શોપ, જાગનાથ પ્લોટ, કાળા તલ ગોળની ચીકી (લુઝ) ચાંદની સીઝન્સ, સિટી શોપ, જાગનાથ પ્લોટ ખાતેથી નમુના લેવાની કામગીરી ફુડ શાખા દ્વારા કરવામાં આવી હતી.
(2:58 PM IST)










