તા. ૯ જાન્યુઆરી ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ પોષ સુદ – ૧૦ ગુરૂવાર
News of Tuesday, 21st January 2025
યુનિવર્સિટી રોડ ઉપર આવેલ ખેતીની જમીનમાં ચાલતી તન્ના સ્પોર્ટ્સ કલબ વિરૂદ્ધ કલેકટર પ્રભવ જોષી આકરા પાણીએ
ખેતીની જમીનનો વાણિજયક ઉપયોગ થતા તમામ માલિકોને કારણદર્શક નોટિસ ફટકારાઇ

રાજકોટ તા. ર૧: શહેરના યુનિવર્સિટીઃ પ રોડ ઉપર ગેરકાયદેસર રીતે ચાલતા TLS તન્ના સ્પોર્ટસ તથા TCS તન્ના સ્પોર્ટસ લાઈઝનસના નામે સ્પોર્ટસ ક્લબના નામે ખેતીની જમીનનો ગેરકાયદેસર રીતે વાણિજયક હેતુ માટે ઉપયોગ કરતા રાજકોટ ડિસ્ટીકટ કલેક્ટર શ્રી પ્રભવ જોષીએ આકરૂ વલણ અપનાવી જમીન માલિકોને શરત ભંગ હેઠળ નોટીસ ફટકારેલ છે.
આ અંગેની ટુંકમાં વિગત એવી છે કે, રાજકોટ શહેર (પヘમિ) તાલુકાના રૈયા-૧ ગામના સર્વે નં. ૧૭ ની જમીન ચો.મી. ૪૪૫૨-૦૦ રેવન્યુ રેકર્ડમાં હર્ષદરાય તન્નાના નામે ખેતીના હેતુ માટે નોધાયેલ છે અને તે જમીનના કબજેદાર તરીકે ગુજ. હર્ષદરાય તન્ના વારસો વિણાબેન હર્ષદરાય તન્ના વિગેરેના ખાતે આવેલ છે તેમ છતાં ગુજ. હર્ષદરાય તન્નાના પુત્ર વિક્રમ હર્ષદરાય તન્નાએ સદરહુ ખેતીની મિલ્કત ઉપર ગેરકાયદેસર રીતે વાણિજયક હેતુ માટે TLS તન્ના સ્પોર્ટસ તથા TCS તન્ના સ્પોર્ટસ લાઈઝનસના નામે સ્પોર્ટસ ક્લબના નામે ઉપયોગ ચાલુ કરતા રાજકોટ ડીસ્ટીકટ ક્લેક્ટરે તા.૦૪/૦૧/૨૦૨૫ ના રોજ ગુજ. હર્ષદરાય તન્નાના તમામ વારસો વિરૂધ્ધ લેન્ડ રેવન્યુ કોડની ક્લમ-૬૬ હેઠળ શરત ભંગ અંગે કારણ દર્શક નોટીસ ઈસ્યુ કરી સદરહુ જગ્યામાં પરવાનગી વગરનું બાંધકામ દુર શા માટે ન કરવું તથા બીન અધિકળત રીતે થતાં વાણિજયક ઉપયોગના સમયગાળા માટે દંડ વસુલ શા માટે ન કરવો વિગેરે સંદર્ભેની નોટીસ પાઠવી લેન્ડ રેવન્યુ કોડની ક્લમ-૬૬ હેઠળ કેસ નં. ૫/૨૦૨૪-૨૫ દાખલ કરતા ખેતીની જમીનનો દુરઉપયોગ કરતા ઈસમોમાં ફફડાટ વ્યાપી ગયેલ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે સ્વ. હર્ષદરાય તન્નાના એક વારસે સદરહુ મિલ્કત સહીતની તમામ મિલ્કતો સંદર્ભે રાજકોટની દિવાની અદાલતમાં પાર્ટીશન સ્યુટ તાજેતરમાં દાખલ કરેલ છે તેમજ તે દાવાના કામે સદરહુ વાદગ્રસ્ત ખેતીની મિલ્કતમાં ગેરકાયદેસર રીતે સ્પોર્ટ ક્લબના નેજા હેઠળ વાણિજયક હેતુ થી ગેરકાયદેસર ઉપયોગ કરવા સબબ અન્ય વારસદાર અને હર્ષદરાય તન્નાના પુત્ર વિક્રમ હર્ષદરાય તન્ના વિરૂધ્ધ વચગાળાનો મનાઈ હુકમ માંગેલ છે જે દાવો હાલ નામ. કોર્ટના ન્યાયીક નિર્ણય માટે પેન્ડીંગ છે.
આમ રાજકોટ ડિસ્ટીકટ ક્લેકટર શ્રી પ્રભવ જોષી TRP ગેમ ઝોનની ગોજારી ઘટના બાદ અન્ય કોઈ ગોજારી ઘટના ન બને તે માટે આકારા પાણીએ થતાં ખેતીનો ગેરકાયદેસર રીતે વાણિજયક હેતુ માટે ઉપયોગ કરતા અનેક ઈસમોમાં ફફડાટ ફેલાઈ ગયો છે. (૭.ર૩)
(2:52 PM IST)










