તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 21st January 2025
સ્વયંમ સૈનિક દળ તથા ભારતના મૂળનિવાસી દ્વારા રાજકોટ જિલ્લા કલેકટરને અશાંત ધારો નાબૂદ કરોની માંગ સાથે આવેદન

રાજકોટ : ગુજરાત હાઇકોર્ટે તા.૨૦/૧૨/૨૪થી ૧૫/૦૧/૨૫ સુધીમા પ્રાંત અધિકારીને સૂચના આપેલી હતી. એક સાથે ત્રણ ઓર્ડર આપેલા હતા. ઓર્ડરમા આદેશ કરવામા આવેલ હતો કે મકાન વેચનારને સહમતી હોય તો અશાંત ધારાની મંજૂરી આપી દેવી. વેચનાર હિન્દુ અને ખરીદનાર ફક્ત મુસ્લિમ હોવાથી કોર્ટના આપેલા હુકમની અવગણના કરીને અશાંત ધારાની કલમ તળે નામંજુર કરેલ છે. અંત મૂળનિવાસી પંકજભાઈ રાઠોડ, ઇબ્રાહીમભાઇ સોરા, કાનજીભાઈ સોલંકી, ઈરફાનભાઇ કુરેશી, કૈલાશભાઈ ચૌહાણ, અજીજભાઈ સમા, શરીફ બાપુ. કિશનભાઈ તથા રજાક ભાઈ કુરેશી વગેરે નારા સાથે ડો.બાબા સાહેબને સલામી આપી હતી અને અશાંત ધારો નાબૂદ કરવાની માંગ બુલંદ કરી હતી.
(2:34 PM IST)










