<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 21st January 2025

સિઝન્‍સ સ્‍કવેર ટ્રસ્‍ટ દ્વારા ઓપન સૌરાષ્‍ટ્ર કચ્‍છ ગુજરાતી સુગમ સંગીત સ્‍પર્ધા-ર૦રપ

નિઃશુલ્‍ક સ્‍પર્ધા બે કેટેગરીમાં યોજાશેઃ એન્‍ટ્રી ફોર્મ ભરી દેવા

રાજકોટઃ શ્રી મનુભાઇ વોરા મેમોરીયલ ફાઉન્‍ડેશન અને સીઝન્‍સ સ્‍કવેર ચેરીટેબલ ટ્રસ્‍ટના સંયુકત ઉપક્રમે ઓપન સૌરાષ્‍ટ્ર-કચ્‍છ સુગર સંગીત સ્‍પર્ધા-ર૦રપનુ઼ રાજકોટ ખાતે આયોજન કરવામાં આવ્‍યું છે.

સિઝન્‍સ સ્‍કવેરના અજયભાઇ જોશી, કૌશીકભાઇ મહેતા, અલ્‍કાબેન વોરા, ભરતભાઇ દુદકીયા, શૈલેષભાઇ પંડયા આયોજીત આ સ્‍પર્ધામાં બે કેટેગરીમાં યોજાશે. ૧પ વર્ષ સુધીનું એક ગૃપ અને ૧૬ વર્ષની ઉપરનું ગૃપ એમ બે કેટેગરી રહેશે. સ્‍પર્ધામાં ભાગ લેવા માટે ગુગલ ફોર્મ ભરીને મોકલવાનું રહેશે. અને એન્‍ટ્રી ૬ ફેબ્રુઆરી સુધીમાં મોકલવાની રહેશે. સ્‍પર્ધા નિઃશુલ્‍ક છે. કુલ ત્રણ રાઉન્‍ડમાં સ્‍પર્ધા થશે. અંદાજે ર૦૦ સ્‍પર્ધકો ભાગ લેશે તેમ જણાવાયું છે.

સ્‍પર્ધામાં કોઇ હિન્‍દી ફીલ્‍મના ગીત, ગરબા, દુહા, છંદ કે ભજન માન્‍ય નહિ રહે. માત્ર ગુજરાતી ગીતો વજ માન્‍ય ગણાશે. વિડીયો વધુમાં વધુ ત્રણ મિનીટનો હોવો જોઇએ. વિજેતાનું સન્‍માન કરવામાં આવશે. વધુ વિગત માટે ભુષિત શુકલ મો.૯૦૧૬૬ ૯૬૩૮૦, ડો.પુલકીત બક્ષી-૯૪ર૮૧ ૮૮૬૦૪, ડો.સુધીર પંડયા-૯૯૯૮૦ ૬૧૮પ૧, પર્જન્‍ય પંડયા- ૭૦૧૬૬ ૯૯૪પ૯નો સંપર્ક કરી શકાય છે. (તસ્‍વીરઃ અશોક બગથરીયા)

(2:32 PM IST)